ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી કરતાં એક હીટાચી મશીન સહીત ત્રણ ડમ્પરોને ઝડપી પાડયા

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં બનાસ નદી અને સિપુ નદીમાંથી કરોડોની ચોરીની ફરિયાદો અવાર-નવાર આવતી હોય છે. ત્યારે ભૂસ્તર વિભાગ ફરિયાદ મળ્યાના ગણતરીની કલાકોમાં કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરી છે. ત્યારે ગતરોજ ભૂસ્તર અધિકારીને મળેલી ફરિયાદના આધારે કસલપુરથી ખનીજ ચોરી ઝડપી પાડયુ હતું. જેમાં એક હીટાચી મશીન સહીત ત્રણ ડમ્પરો ઝડપી પાડી શિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસ નદી અને સિપુ નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા જીલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા અવાર-નવાર રેડ કરી આવા તત્વોને પકડી પાડી લાખો રૂપિયાની દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે ગતરોજ ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીને ફરિયાદ મળેલ કે, કસલપુરમાં ખનીજ ચોરી થઇ રહી છે. જે ફરિયાદના આધારે શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ભૂસ્તર વિભાગની ટીમ ડમ્પરમાં બેસી કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદી પટને અડીને આવેલ સર્વે નં. 269 ગૌચર જમીન ઉપર મહેશ પ્રજાપતિ નામના શખ્સ દ્વારા કરવામાં આવી રહેલ રેતીનું ખોદકામ ઝડપી પાડયુ હતું. તપાસ કરતાં સ્થળ પરથી એક હીટાચી મશીન સહીત ત્રણ ડમ્પરો ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ભૂસ્તર વિભાગે અંદાજે રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક હીટાચી મશીન સહીત ત્રણ ડમ્પરોને શિહોરી પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

જ્યારે ખોદકામ કરવામાં આવેલ વિસ્તારની માપણી કરી દંડની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ગત મોડી રાત્રે પણ ભૂસ્તર વિભાગની ટીમે ચિત્રાસણી પાસેથી રાજસ્થાન રેતી ભરીને જતાં ઓવરલોડ ડમ્પરને ઝડપી લાખોનો દંડ ફટકારી મુદ્દામાલને જપ્ત કર્યો હતો.

[google_ad]

આમ બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ઓફીસ સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે ઓપરેશન કરીને કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. જેને લઇને હવે ખનીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

[google_ad]

 

 

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષભાઇ જોષીની તટસ્થ કામગીરીના કારણે ગત વર્ષે ખનીજ ચોરી ઝડપીને સૌથી વધુ આવક એકઠી કરીને સરકારમાં આવક ઉભી કરી હતી. ત્યારે ફરી ચાલુ સાલે પણ ખનીજ ચોરી ઝડપવા ભૂસ્તરની ટીમ સક્રીય બની છે.

[google_ad]

Advt

 

બનાસકાંઠાના ખનીજ ચોરી કરતાં તત્વો ભૂસ્તર વિભાગની ગાડીની સતત વોચ રાખતાં હોય છે. ત્યારે હવે ખનીજ ચોરી ઝડપવા ખાનગી વાહન અને ગતરોજ તો ડમ્પરનો ઉપયોગ કરતાં ખનીજ ચોરોને ઉંઘતા ઝડપી પાડયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!