પાંથાવાડામાં તમાકુ નિયત્રંણ વિભાગે રેડ કરી 27 વેપારીઓને દંડ ફટકાર્યો

- Advertisement -
Share

શૈક્ષણિક સંકુલની આજુબાજુ વેચાણ કરતાં લારી-ગલ્લા પાસેથી રૂ.4,650 નો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરી

 

પાંથાવાડામાં સોમવારે તમાકુ નિયત્રંણની ટીમે શૈક્ષણિક સંકુલની આજુબાજુ તમાકુનું વેચાણ કરનાર લારી-ગલ્લા પર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતાં 27 વેપારીઓ પાસેથી રૂ. 4,650 નો દંડ વસૂલ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, જીલ્લા આરોગ્ય અધિકારી અને એપીડેમીક મેડીકલ ઓફીસરની સુચના અનુસાર સોમવારે 18 વર્ષથી નીચેના વ્યક્તિઓને બીડી-સીગરેટ કે ગુટખા વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં
શૈક્ષણિક સંકુલ આજુબાજુ તમાકુ વેચાણ અને જાહેર ધુમ્રપાન કાયદાની અનુસંધાને પાંથાવાડા વિસ્તારમાં આરોગ્યની ટીમ અને પોલીસને સાથે રાખી પાન-તમાકુ વેચાણના લારી-ગલ્લા દુકાનમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં કેટલાંક વેપારીઓને કાયદાની સમજ આપી દંડની કાર્યવાહી કરી હતી. જેમાં 27 દુકાન ધારકોને જાહેરનામાના ભંગ બદલ રૂ. 4,650 નો દંડ ફટકાર્યો હતો.
જીલ્લા તમાકુ નિયત્રંણ એકમના સોશિયલ વર્કર અનિલભાઇ રાવલ અને સાયકોલોજીસ્ટ કાઉન્સેલર કમરઅલી નાંદોલીયા ઉપસ્થિત રહ્યા હતા.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!