ડીસાના કાંટમાં પરિણીત પુત્રીએ પિતાના ઘરમાં દાગીનાની ચોરી કરતાં ચકચાર

- Advertisement -
Share

મિત્રના કહેવાથી 14 તોલા સોનાના દાગીનાની ચોરી કરતાં ફરિયાદ નોંધાઇ

 

ડીસાના કાંટ ગામમાં રહેતાં એક પરિવારની પરિણીત દીકરીએ તેના કોઇ પુરુષ મિત્રના કહેવાથી ઘરની તિજોરીમાં પડેલા 14 તોલા સોનાના દાગીનાની ચોરી કરી તે દાગીના મિત્રને આપી દેતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે તેના પિતાએ પોતાની પરિણીત પુત્રી તેના 2 બાળકો અને તેના મિત્ર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કાંટ ગામમાં રહેતાં મંછારામ છોગાજી માળી (ઉં.વ.આ. 68) ખેતી કરે છે. તેમના પરિવારમાં 2 સંતાનો છે. જેમાં એક દીકરી અને દીકરો છે.

 

જેમાં તેમની દીકરી ચંદ્રીકાબેનના લગ્ન ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયામાં રહેતાં હરેશ શંકરલાલ સોલંકી (માળી) સાથે થયેલા છે અને તેને 2 બાળકો છે.
જો કે, ગત તા. 20/08/2021 ના રોજ તેમના દીકરા ભરતભાઇના સાસરીમાં હવનનો પ્રસંગ હોઇ મંછારામની પત્ની જમુબેન અને તેમના દીકરા અને વહુએ તિજોરીમાં પડેલા દાગીના લેવા માટે તિજોરી ખોલી હતી.

 

જો કે, તેમાં મૂકેલા દાગીના જણાયા ન હતા. જેથી તેઓ ચોંકી ઉઠયા હતા અને તેમના દીકરાને પણ પૂછતાં તેને પણ જણાવ્યું હતું કે, મને ખબર નથી.

 

જેથી તે દરમિયાન તેમના ઘરે તેમની દીકરી ચંદ્રીકા બાળકો સાથે મળવા આવેલી અને તેને પણ આ બાબતે પૂછતાં તેને પણ પહેલાં ના પાડી હતી.

 

ત્યારબાદ સમગ્ર પરિવારે તેને સમજાવતા તેને જણાવ્યું હતું કે, પાંચેક દિવસ પહેલાં બપોરના સુમારે પરિવારજનો સૂતા હતા.

 

તે દરમિયાન મારા મિત્ર એજાજ મુસ્તુફા શેખ (રહે. ગવાડી) વાળાના કહેવાથી મે મારી દીકરી અને દીકરાએ મળી આ દાગીના તિજોરીમાંથી ચોરીને એજાજ શેખને આપી દીધા હતા.
અને તે દાગીના પરત માંગતા એજાજ શેખ દાગીના પરત આપતો નથી હાલ મારી પાસે નથી. જો કે, આ વાત સાંભળી પરિવારજનો પણ ચોંકી ઉઠયા હતા.

 

જયારે સોનાનું મંગળસૂત્ર, સોનાનો હાર, સોનાનું ડોકીયું, કાનની બુટ્ટી, કાનના જોલા, સોનાનું પેન્ડલ, 2 નાની વીંટી અને સોનાના બિસ્કીટ મળી કુલ 14 તોલા સોનાના દાગીના જેની કિંમત રૂ, 7,00,000 ની ચોરી કરી હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પરિણીત પુત્રી ચંદ્રીકાબેન હરેશભાઇ સોલંકી (માળી) તેની પુત્રી નેહા, પુત્ર આકાશ (ત્રણ રહે. માલગઢ, તા. ડીસા) અને ઇજાજ મુસ્તુફા શેખ (રહે. ગવાડી, ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!