ગેસ લાઇનમાં લીકેજ બાદ 4 જગ્યાએ લાગી આગ, ધડાકાભેર ગેસલાઇન તૂટતા રહીશોમાં ભયનો માહોલ

- Advertisement -
Share

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આજે સવારે ગેસલાઇન લીકેજ બાદ આગ લાગી હતી. વિસ્તારમાં 4 જગ્યાએ એકસાથે આગ લાગી હતી અને ધડાકાભેર ગેસલાઇન તૂટતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આગની ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગેસલાઇનમાં લીકેજ બાદ આગ લાગી હતી અને મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે રહીશો ભયભીત થઇ ગયા હતા અને નાસભાગ મચી ગઇ હતી. જોકે તંત્રએ સમય સુચકતા દાખવી હતી અને સમયસર આગને કાબૂમા લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કાબૂમાં આવી જતાં રહીશોને હાશકારો થયો હતો.

 

 

ગેસલાઇન લીકેજ થયાં બાદ આગ લાગતા ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાવચેતીના ભાગરૂપે સ્થળ પર હજાર રહેલા અધિકારીઓએ સતર્કતા દાખવી ગેસલાઇન બંધ કરી દીધી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળની આસપાસના ચારેય બાજુના રસ્તાઓ બંધ કરી દીધા હતા જેથી કોઇ મોટી દૂર્ઘટના કે જાનહાનિ ન થાય.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!