જીલ્લામાં અલગ-અલગ તબક્કે 11 હજારથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું

- Advertisement -
Share

ગ્લોબલ વોર્મિંગ ના કારણે પૃથ્વી પરથી વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી હોઈ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ ના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ડીસામાં સમર્પણ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ તબક્કે ૧૧ હજારથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે.

 

લીલા સોના આડેધડ થઇ રહેલા નિકંદન ને પગલે વૃક્ષોની સંખ્યા સતત ઘટતી જતા પર્યાવરણનું સંતુલન ન જળવાતા અનેક સમસ્યાઓ આવી રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ ના ઉપાય માટે વૃક્ષારોપણ જ રામબાણ ઇલાજ હોય વધુ ને વધુ વૃક્ષો ઉગાડાય તે દિશામાં અનેક સંસ્થાઓએ પ્રયત્નો હાથ ધર્યા છે.ત્યારે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવા 11,000 થી વધુ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.

 

 

સમર્પણ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રોજેકટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યકર્મ કરવામાં આવી રહ્યો છે.સૌપ્રથમ ડીસા ના તાલેગઢ ગામે 240 વૃક્ષોરોપણ કર્યા ત્યાર બાદ બીજા પ્રોજેકટ માં રોબસ ગામમાં 220 વૃક્ષો નું વૃક્ષા રોપણ કર્યું ત્યારે બાદ ત્રીજા પ્રોજેક્ટમાં ડીસા ખાતે આવેલ જમીન ચકાસણી પ્રયોગ શાળા ખાતે સમર્પણ ગ્રુપ દ્વારા સફાઈ કરી 150 વૃક્ષનો વૃક્ષારોપણ કાર્યકર્મ કરાયો હતો સમર્પણ ગ્રુપ દ્વારા સમગ્ર જિલ્લામાં 11,000 થી વધુને વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે. તેમજ બનાસકાંઠા જિલ્લા ને હરિયાળો જિલ્લો બનાવવા ના સંકલ્પ લીધા છે.આજે ડીસા ખાતે યોજાયેલ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ગ્રુપ ના ચેરમેન આનંદભાઈ ચૌધરી ,ડોકટર રમેશભાઈ પટેલ, ડોકટર હિરેનભાઈ પટેલ,
ડોકટર રીટાબેન પટેલ, પ્રવીણભાઈ વ્યાસ,કેયુરભાઈ ઠક્કર,નવીનકાકા,શાંતિભાઈ ભગુભાઈ તેમજ તમામ સમર્પણ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!