ભાભર માર્કેટયાર્ડમાં 2 બાઇકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : ટ્રેક્ટર ચાલક ઘાયલ

- Advertisement -
Share

ભાભર માર્કેટયાર્ડ નજીક બુધવારે 2 બાઇકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા માર્કેટયાડના મજૂરો સહીત લોકો દોડી આવી ટ્રેકટર ચાલકને બચાવી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાભર માર્કેટયાર્ડ નજીક બુધવારે દુકાન આગળ ઉભા કરેલ 2 બાઇકોને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

 

 

જેમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાતાં માર્કેટયાર્ડના મજૂરો સહીત લોકો દોડી આવી ટ્રેકટર ચાલકને બચાવી સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે 2 બાઇકોને ભારે નુકશાન થયું હતું. જોકે, આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!