થરાદની ખોડા ચેકપોસ્ટ પાસેથી 24 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

Share

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી શનિવારે રાત્રે વાહનચેકિંગ દરમિયાન ગેરકાયદે માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો 24 ગ્રામ જથ્થો રૂ.2.40 લાખ સાથે પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો હતો. થરાદ અને પંથકમાં છેલ્લા કેટલાક સમયથી યુવાધન નશીલા ડ્રગ્સનું સેવન કરીને બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું હોવા બાબતની અંગત જાણકારી થરાદના એ.એસ.પી. પુજા યાદવને મળી હતી. આથી તેમણે અંગત તપાસ કરતા આ કેફી દ્રવ્ય રાજસ્થાનથી આવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

 

જે અન્વયે શનિવારે રાતે ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ખાનગી ઇકો કારને ચેક કરતા અમરત ઉર્ફે અમૃતલાલ કરસનરામ દેવાસી (રબારી) (ઉં.વ.20, રહે.ભોળારી કુટી, સરવાણા,તા.સાંચોર,જિ.જાલોર-રાજસ્થાન) પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 24 ગ્રામ જેની કીમત રૂ.2,40,000 મળી આવ્યું હતું.

પોલીસે તેની પાસેથી મોબાઇલ રૂ.3000 તથા આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ જેવા દસ્તાવેજ તથા રોકડ રકમ રૂ.1,530 મળી કુલ રૂ.2,44,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.

 

આ મેફેડ્રોન ડ્રગ્સ પી.સી.બિશ્નોઇ (રહે.કુડા,તા.સાંચોર-રાજસ્થાન) પાસેથી ખરીદીને લાવેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સ સામે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share