બનાસકાંઠામાં વાતાવરણમાં પલ્ટો સર્જાતા વરસાદી ઝાપટું પડયું

- Advertisement -
Share

ગરમીના કારણે લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠયા : ભાભર, દિયોદર, લાખણી, કાંકરેજ અને સરહદી વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું

 

બનાસકાંઠા જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો સર્જાયો હતો. ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
જ્યારે સરહદી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે બાજરી અને જુવાર જેવા પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
બનાસકાંઠા જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો સર્જાયો હતો. બનાસકાંઠા જીલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લામાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠયા હતા.
જ્યારે મંગળવારે અચાનક વાતાવરણમાં પલ્ટો સર્જાતા અને વાદળછાયુ વાતાવરણ સર્જાતા અસહ્ય ગરમીથી રાહત અનુભવી હતી.
પરંતુ અચાનક બનાસકાંઠા જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ભાભર, દિયોદર, લાખણી, કાંકરેજ અને સરહદી વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું.
જ્યારે સરહદી વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ થવા પામ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. કેમ કે, બાજરી અને જુવાર જેવા પાકોને વરસાદના કારણે નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!