બનાસકાંઠાની લોકપ્રિય ગાયીકા દિવ્યા ચૌધરી પર અમેરિકામાં થયો ડોલરનો વરસાદ, જુઓ આ વિડીઓ

Share

ગુજરાતી લોકગાયકો હવે વિદેશમાં પણ વગાડે છે ગુજરાતનો ડંકો. માત્ર ગુજરાત પુરતા સીમિત રહ્યા નથી. હવે ગુજરાતી કલાકારો વિદેશની ધરતી ઉપર પણ પોતાના ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. એક પછી એક કલાકરો અમેરિકાની ધરતી ઉપર પોતાના ગીતોથી લોકોને ડોલાવી રહ્યા છે. નવરાત્રી પહેલા કીર્તિદાન ગઢવીએ અમેરિકાની ધરતી ઉપર પોતાના સુરથી અમેરિકામાં વસતા ગુજરાતીઓને ડોલાવ્યા હતા.

Video Courtesy: Divya Chaudhary

ત્યારે તાજેતરમાં બનાસકાંઠાની લોકપ્રિય લોકગાયિકા દિવ્યા ચૌધરી પણ અમેરિકાની ધરતી ઉપર રમઝટ બોલાવી હતી. બનાસકાંઠાની લોકગાયિકા પર અમેરિકામાં અમેરિકન કરન્સી ડોલરનો વરસાદ થયો. અમેરિકાના સાઉથ જોર્ડનમાં યોજાયેલ એક કાર્યક્રમમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીના સુર પર જુમી ઉઠેલા લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો.

Video Courtesy: Divya Chaudhary

બનાસકાંઠાના પાલનપુરના મૂળ વતની અને લોકગાયિકા દિવ્યાબેન ચૌધરીનો અમેરિકામાં એક મહિનામાં બીજી વાર કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે અમેરિકાના સાઉથ જોર્ડનના અલતાહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યા ચૌધરીના સૂરોથી લોકો ઝુમી ઉઠયા હતા અને લોકોએ લોક ગાયિકા દિવ્યા ચૌધરી પર ડોલરનો વરસાદ કર્યો હતો. લોકગાયિકાએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા લોકો ઝુમી ઉઠ્યા હતા. અમેરિકામાં વસતા ગુજરાતી લોકો પોતાના ગુજરાતી ગીતોના તાલે નાચી ઉઠ્યા હતા. ડોલરના વરસાદના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

Image courtesy: Divya Chaudhary(Instagram)

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમેરિકામાં કાર્યક્રમમાં પણ લોકગાયક કીર્તિદાન ગઢવી ઉપર ડોલરનો વરસાદ થયો હતો. અમેરિકાની ધરતી પર ગુંજ્યો રાજકોટના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવીના ગરબાનું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકપ્રિય ગરબા સાંભળી અમેરિકી ગુજરાતીઓ કોરોના મહામારીનું દુ:ખ અને વ્યથા ભૂલ્યા હતા, કિર્તીદાન પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો, કીર્તિદાન ગઢવી એન્ડ ટીમ દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share