વડગામની મહિલા જે ચૂંટણી બંદોબસ્તમાં નીકળેલી તેનું કાણોદરમાં રોડ ક્રોસ કરતાં મોત

- Advertisement -
Share

વડગામ તાલુકાની મધ્યાહન ભોજનમાં કામ કરતી મેતા ગામની મહિલા રવિવારે સવારે ગ્રામ પંચાયતની ચૂંટણીના બંધોબસ્તમાં જવાનું હોવાથી કાણોદર હાઇવે નજીક રોડ ક્રોસ કરતા અજાણી કારે ટક્કર લાગતા મોત નીપજ્યું હતું.બનવના પગલે પંથકમાં ચકચાર મચી હતી અક્સમાત થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા. અને આ મામલે પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

વડગામ તાલુકાની મેતા ગામની અને પાલનપુર સદગુરુ સોસાયટીમાં રહેતી ગીતાબેન રાવલ રવિવાર વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે પાલનપુરથી મેતા ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધે ચૂંટણી બંદોબસ્તમાં આવેલ કર્મચારીઓનું ભોજનની વ્યવસ્થા માટે નીકળી હતી ત્યારે કાણોદર હાઇવે ઉતરીને મેતા તરફ જવાના માર્ગ માટે રોડ ક્રોસ કરતી હતી દરમિયાન અમદાવાદ તરફથી આવતી કાર નંબર GJ-13-CC-4257 ના ચાલકે ગીતાબેન મહેન્દ્રભાઈ રાવલને ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું હતું.

જ્યાં લોકોનો ટોળેટોળાં ઉમટી પડી પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાને ખસેડયા હતા. અકસ્માત અંગે પુત્ર ભુપેન્દ્રભાઈ રાવલે કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે તપાસના ચક્રોગતિમાન કરી કાર ચાલકને ઝડપવાની કવાયત હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!