થરાદમાં અદાવત રાખી 12 શખ્સોએ જૈન પરિવાર પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

થરાદ પોલીસે ફરિયાદના આધારે 2 નામજોગ સહીત 12 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

થરાદમાં શુક્રવારે મોડી રાત્રે શેરીમાં રમતાં બાળકોને કહેવા જતાં અદાવત રાખી 3 વાહનો ભરાઇને પરત આવેલા 12 જેટલાં અસામાજીક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે જૈન પરિવારના 10 બાળકો અને
મહીલાઓ સહીત તમામ પર તુટી પડયા હતા અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવને પગલે નગરમાં ભારે અફડા-તફડી સાથે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. પોલીસે 2 નામજોગ સહીત 12 જેટલાં શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, સુરત રહેતો જૈન પરિવાર દિવાળીના તહેવારોમાં થરાદમાં જૂના ગંજ બજારમાં તેમના રહેણાંક આગળ શેરીમાં પાડોશીઓ સાથે શુક્રવારની રાત્રિએ દસેક વાગ્યે વાતો કરતો
હતો. ત્યારે નંબર વગરની કાળા કલરની આઇ ટવેન્ટી કારના ચાલકે શેરીમાં રમતાં બાળકોને સાઇડમાં રમવાનું કહીને અપશબ્દો બોલતાં સમજાવીને રવાના કર્યો હતો.

 

તે દરમિયાન રાત્રિના પોણા બારના સુમારે એ જ કાર અને એક એક્ટીવા અને મોટર સાઇકલ પર બેસીને 10 થી 12 શખ્સો હાથમાં ધોકા,લાકડી અને પાઇપ સાથે આવી અપશબ્દો બોલી જૈન પરિવાર પર આડેધડ
હુમલો કર્યો હતો. હંગામો થતાં આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ છોડાવતાં એક્ટીવા મૂકી કારમાં બેસીને તમામ શખ્સો ભાગી છૂટ્યા હતા.

 

જ્યારે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે થરાદની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે શખ્સોએ વિજયભાઇ દોશીના એક્ટીવા અને પાટલા પર પણ હથિયારો મારીને તોડફોડ કરી હતી.
પરિવારના સવિતાબેન હીરાલાલ વોહેરાની ફરિયાદના આધારે થરાદ પોલીસે ચમનલાલ વજીર અને સાગરભાઇ મહારાજ (બંને રહે. થરાદ)ના નામજોગ અને અન્ય મળીને 12 જેટલાં શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે થરાદ પોલીસે શખ્સોનું એક્ટીવા જપ્ત કર્યું હતું.

 

ઇજાગ્રસ્તોના નામ
– પરેશભાઇ જૈન
– વર્ષાબેન પરેશભાઇ
– ભાવનાબેન શૈલેષભાઇ
– શૈલેષભાઇ
– હીતેશભાઇ
– દિનેશભાઇ (જમાઇ)
– હર્ષ હીતેશભાઇ (પૌત્ર)
– રત્ન શૈલેષભાઇ (પૌત્ર)
– વિરાજ પરેશભાઇ (પૌત્ર)
– છોડાવવા પડેલા સેવંતીભાઇ લલ્લુભાઇ

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!