પાલનપુરના ગઠામણ પાટિયા પાસે અજાણ્યા શખ્સોએ ડિવાઈડર તોડી નાખ્યું

- Advertisement -
Share

પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર ગઠામણ પાટીયા પાસે સિક્સ લાઈન રોડના કામકાજ દરમિયાન ઉભા કરાયેલા ડિવાઈડરને રાત્રે અજાણ્યા શખ્સોએ તોડી પાડયુ હોવાની ઘટના બની છે. વહેલી સવારે ડિવાઈડર તૂટેલી હાલતમાં જોતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાલનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

[google_ad]

 

 

પાલનપુરના ગઠામણ પાટીયા પાસે 15 ગામોને જોડતો રસ્તો છે. જ્યાં 15થી વધુ ગામના વાહનચાલકો અને આજુબાજુની 8 જેટલી સોસાયટીના લોકો પસાર થાય છે. જે રસ્તા પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડિવાઈડર મૂકી એને બંધ કરી દીધો હતો.

[google_ad]

 

જેને લઇને ગઈકાલે સ્થાનિક લોકોએ અવરજવરમાં તકલીફ પડતા આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે રોડ પર ચક્કાજામ પણ કર્યા હતા. તેઓની માગણી હતી કે ડિવાઈડર હટાવી અને આ રસ્તો ખુલ્લો કરવાથી લોકોને ચાલવામાં સરળતા રહેશે નહીં તો લોકોને ચાલવામાં મુશ્કેલી સર્જાશે, જે માંગ સાથે ડિવાઈડર હટાવવાની રજૂઆત પણ કરી હતી.

[google_ad]

 

 

 

ગઈકાલે લોકોનો આક્રોશ હતો અને હાઈવે રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ડિવાઈડર હટાવવાની માગણી પણ કરી હતી. સર્વિસ રોડ પાર્કિંગ રોડ બની ગયો છે અને ગામના લોકોને ચાલવાની કોઈ સુવિધા નથી ત્યારે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ડિવાઈડર તોડી પડાતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. લોકોની રસ્તાની માંગણી હજુ અધ્ધર તાલ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!