રાણપુરના તલાટીએ દાંતીવાડાના ખેડૂતના દાખલામાં સહી કરી કરોડોનું કૌભાંડ આચર્યું

- Advertisement -
Share

બનાસકાંઠામાં દાંતીવાડાના જોરાપુર ગામના ખેડૂતની જમીન યુનિવર્સિટીમાં ગઈ હોવાનો દાખલો ડીસા મામલતદાર કચેરીના તત્કાલીન સર્કલ અને રાણપુરના તલાટીએ આપી દેતા અને જે દાખલાના આધારે આખી જમીન ગ્રાન્ટ કરી કરોડોના જમીન કૌભાંડ આચર્યું.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

બનાસકાંઠામાં અસરગ્રસ્તોના નામે જમીન કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક આવા કૌભાંડો લોકજાગૃતિના કારણે બહાર પણ આવી રહ્યા છે. જમીન દલાલો અને અધિકારીઓની સાંઠગાંઠથી આયોજિત ચાલતા જમીનકૌભાંડમાં સોનાના ટુકડા જેવી ગૌચરની જમીનો પડાવવાનું કાવતરું ચાલી રહ્યું છે.

[google_ad]

 

પ્રતીકાત્મક તસ્વીર

ત્યારે ડીસાના રાણપુર ગામની 4 એકરના જમીનકૌભાંડમાં નાયબ કલેકટર પાલનપુરની કામગીરી સામે અનેક સવાલો ઉભા છે ત્યારે વધુ એક ગેરનીતિ સામે છે. દાંતીવાડા તાલુકાના જોરપુરા ગામના 11 ખેડૂતની જમીન કૃષિ યુનિવર્સિટીમાં સંપાદન થયેલ છે અને જમીન કેટલી ગયેલી છે તેનો દાખલો રાણપુર તલાટી અને તત્કાલીન મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરએ આપ્યો હોવાના પુરાવા મળી આવ્યા છે.

[google_ad]

 

 

જોકે, દાંતીવાડા તાલુકાના મામલતદાર કચેરીના હદમાં આવતા જોરાપુરાના ખેડૂતો માટે દાખલો જોરાપુરા તલાટી અને દાંતીવાડા સર્કલ સિવાય આપી ન શકાય પરંતુ જમીનકૌભાંડ કરવાના ઇરાદે 2009ની સાલમાં દાખલો આપી જમી કૌભાંડને સમર્થન આપ્યું છે. જોકે, આ દાખલાને નાયબ કલેકટરએ ધ્યાને લઈને જમીનની ફાળવણી પણ કરી હોવાનો હુકમમાં ઉલ્લેખ છે. સાથે જમીનનો નકશો પણ ખોટો ગૌચરની જમીનમાં બનવ્યો હોવાનો પુરાવો પણ ગ્રામજનોના હાથમાં આવતા સમગ્ર જમીન કૌભાંડમાં નવો વળાંક આવ્યો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

રાણપુર જમીન કૌભાંડમાં અધિકારીઓની ગેરનીતિ અને ખોટા રેકર્ડ ઉભા કરીને કરોડોની જમીન પચાવવાના એક પછી એક પુરાવા હાથે લાગતા આવનાર સમયમાં અનેક અધિકારીઓને જેલની હવા ખાવી પડે તો નવાઈ નથી.

[google_ad]

 

 

ડીસા તાલુકા વિકાસ અધિકારીએ 27/04/2012માં પણ લેખિતમાં આપ્યું છે કે જેતે ગામના સેજાના સમાવિષ્ટ ગામો સિવાય કામગીરી કે સહી કરી શકે નહીં છતાં રાણપુરના તલાટીએ દાંતીવાડાના જોરાપુરા ગામના ખેડૂતના દાખલામાં સહી કરી જમીન કૌભાંડને સમર્થન આપ્યું છે.

[google_ad]

 

રાણપુર ગામમાં યુનિવર્સિટીની ગ્રાન્ટ થયેલ જમીનનો નકશો ડીસા મામલતદાર કચેરીએ બનાવીને જે સ્થળ બતાવવામાં આવ્યો છે તે જમીન પંચાયતની ગૌચરની હોવાનું તલાટીએ ખુદ લેખિતમાં જણાવ્યું હોવા છતાં ગૌચરની જમીન પર યુનિવર્સિટીની જમીન બતાવીને નાયબ કલેકટર પાલનપુરએ હુકમ કરી દીધેલ.

 

[google_ad]

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!