આપના પ્રદેશ અધ્યક્ષ બનાસકાંઠાની મુલાકાતે

- Advertisement -
Share

 

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગોપાલ ઇટાલીયાના બનાસકાંઠા પ્રવાસે આવતાં રાજકારણ ગરમાયું છે.

 

 

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને આપ દ્વારા પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે મંગળવારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે આવ્યા હતા.

 

 

સૌપ્રથમ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પાલનપુર બાદ ડીસામાં આવેલા આપના કાર્યાલય પર પહોંચ્યા હતા. ડીસા આપના કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનું સન્માન કર્યું હતું.

 

 

જે બાદ ગોપાલ ઇટાલીયા દ્વારા આપના કાર્યકરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો સાથે થતો અન્યાય અને કેનાલ તેમજ પાણીના પ્રશ્નોને લઇને ચર્ચા કરાઇ હતી. જ્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા બનાસકાંઠા જીલ્લાના પ્રવાસે આવતાં રાજકારણ ગરમાયું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!