સ્માર્ટફોન્સમાં WhatsApp વર્ષ 2021ના અંત સુધીમાં કામ નહી કરે : જાણો સંપૂર્ણ યાદી

Share

વર્ષ 2021નું વર્ષ પૂર્ણ થવામાં હવે ગણતરીના મહીનાઓ જ બાકી રહ્યા છે. આ સાથે જ મેસેજિંગ એપ વોટ્સએપ અમુક એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ અંતર્ગત વોટ્સએપે એક લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં 1 નવેમ્બર, 2021થી વોટ્સએપ મેસેજિંગ એપ ક્યા ડિવાઇસમાં કામ નહીં કરે તે જણાવ્યું છે. યાદીમાં દર્શાવેલા ડિવાઇસમાં વોટ્સએપ 1 નવેમ્બર બાદ કામ નહીં કરે. સામાન્ય રીતે તેમાં તેવા એન્ડ્રોઇડ ફોન છે, જે એન્ડ્રોઇડ 4.0.3 પર કે તેના નીચેના વર્ઝન પર ચાલી રહ્યા છે અને એપલ આઈફોન જે આઈ.ઓ.એસ.9 કે તેનાથી જૂના વર્ઝન પર કામ કરી રહ્યા છે.

[google_ad]

 

સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ

(1) વોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર સેમસંગ, એલ.જી, ઝેડ.ટી.ઈ, હ્યુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય સ્માર્ટફોન સામેલ છે, જેમાં 1 નવેમ્બરથી વોટ્સએપ કામ નહીં કરે.

(2) જ્યારે આઇફોન સિરીઝમાં આઇફોન એસ.ઇ, આઇફોન 6એસ અને આઇફોન 6એસ સામેલ છે.

(૩) સેમસંગના સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઇટ, ગેલેક્સી ટ્રેન્ડ 2, ગેલેક્સી એસ.2, ગેલેક્સી એસ.3 મીની, ગેલેક્સી એક્સ કવર 2, ગેલેક્સી કોર અને ગેલેક્સી એસ.સી.ઇ 2માં વોટ્સએપ સપોર્ટ નહીં કરે.
(4) એલ.જીની વાત કરીએ તો, કંપનીના લુંસીડ 2, એલ.જી. ઓપ્ટિમસ એફ7, ઓપ્ટિમસ એલ3 2 ડ્યુઅલ, ઓપ્ટિમસ એફ 5, ઓપ્ટિમસ એલ 5, ઓપ્ટિમસ એલ 5 2, ઓપ્ટિમસ એલ 5 ડ્યુઅલ, ઓપ્ટિમસ એલ 3 2, ઓપ્ટિમસ એલ 7, ઓપ્ટિમસ એલ 7 2 ડ્યુઅલ, ઓપ્ટિમસ એલ 7 2, ઓપ્ટિમસ એફ 6, એનાક્ટ, ઓપ્ટિમસ એલ 4 2 ડ્યુઅલ, ઓપ્ટિમસ એફ 3, ઓપ્ટિમસ એલ 4 2, ઓપ્ટિમસ એલ 2 2, ઓપ્ટિમસ નિટ્રો એચ.ડી અને 4એક્સ એચ.ડી. અને ઓપ્ટિમસ એફ3ક્યુંમાં વોટ્સએપ સપોર્ટ બંધ થઇ જશે.

[google_ad]

 

આ સિવાય ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ઝેડ.ટી.ઈના ઝેડ.ટી.ઈ ગ્રાન્ડ એસ ફ્લેક્સ, ઝેડ.ટી.ઈ વી956, ગ્રાન્ડ એક્સ ક્વોડ વી987 અને ઝેડ.ટી.ઈ ગ્રાન્ડ મેમોમાં વોટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ હ્યુવેઇના એસેન્ડ જી740, એસેન્ડ મેટ, એસેન્ડ ડીક્વોડ એક્સ.એલ, એસેન્ડ પી1 એસ અને એસેન્ડ ડી 2માં ફેસબુકની માલિકીના આ એપ બંધ થઇ જશે.

[google_ad]

 

બીજી તરફ સોની કંપનીના એક્સપિરીયા મીરો, સોની એક્સપિરીયા નિયો એલ અને એક્સપિરીયા આર્ક એસ પણ આ લીસ્ટમાં સામેલ છે. આ સિવાય અલ્કાટેલ, એચ.ટી.સી., લેનોવો અને અન્ય ઘણી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

[google_ad]

 

જેમ કે ઉપર દર્શાવેલા તમામ ડિવાઇસમાં વોટ્સએપ હવે થોડા સમય માટે જ કામ કરશે, તેનો અર્થ એવો નથી કે 1 નવેમ્બરથી એપ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ આ સ્માર્ટફોન્સને નવા સિક્યોરિટી અપડેટ, નવા ફીચર્સ મળવાનું ધીમે-ધીમે બંધ થઇ જશે, જેથી આ ફોન્સ માટે વોટ્સએપ બેકાર બની જશે.

 

From –Banaskantha Update

 


Share