પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટરમાં જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

Share

આગામી તા. 15મી ઓગષ્ટ-2021, રવિવારના રોજ પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કોવિડ-19ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વ, 15મી ઓગષ્ટની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે સોમવારે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

[google_ad]

જેમાં કાર્યક્રમના સ્થળે સાફ-સફાઇ અને પાણીનો છંટકાવ, ધ્વજવંદન સ્થળે માસ્ક, સેનિટાઇઝેશનને થર્મલ ગનની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, સ્વચ્છતા અને સફાઇની વિશેષ ઝૂંબેશ, પીવાના પાણીની વ્યવસ્થા, સરકારી કચેરીઓમાં સાફ-સફાઇ અને શણગાર તેમજ રંગરોગાન, વૃક્ષારોપણ, રમત-ગમત સહીત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહીતના મુદ્દાઓની ચર્ચા કરાઇ હતી.

[google_ad]

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર આધારીત જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જીલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ અને સ્ટાફને ફરજીયાત હાજર રહેવા બનાસકાંઠા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે.

[google_ad]

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખેર, નાયબ વનસંરક્ષક અભયસિંઘ, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, કાર્યપાલક ઇજનેર એમ.એમ.પંડ્યા, પ્રાંત અધિકારી એસ.ડી. ગિલવા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એસ.એમ.દેવ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર સહીત વિવિધ કચેરીઓના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share