પાંથાવાડા નજીક આંગડીયા ચોરીના શખ્સને લીક્વીડ પંપ ઉપર લૂંટ કરી હોવાનું કબૂલ્યું

- Advertisement -
Share

 

પાલનપુર-અમદાવાદ હાઇવે છાપી નજીકના ભરકાવાડાની હોટલ ઉભી રહેલી બસમાંથી રૂ. 2.64 કરોડના દાગીના ભરેલી બેગની ચોરી કરનારા 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા.

 

 

જેમની પૂછતાછમાં 13 દિવસ અગાઉ પાંથાવાડા નજીક ગુંદરીના યુરીયા લીક્વીડ પંપના કર્મચારીઓને પિસ્તોલ બતાવી રૂ. 40,000 ની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પી.આઇ. એચ. પી. પરમારે જણાવ્યું હતું કે, ‘પાલનપુર-અમદાવાદ હાઇવે છાપી નજીકના ભરકાવાડાની હોટલ ઉભી રહેલી બસમાંથી રૂ. 2.64 કરોડના દાગીના ભરેલી બેગની

 

 

ચોરી કરનારા રાજસ્થાનના જાલોર જીલ્લાના ચીતલવાણાના આબલીના હાપુરામ ઉર્ફે હેપી કિશનલાલ વિશ્નોઇ, રાજસ્થાનના શિરોહી તાલુકાના કાલંદરીના જયપાલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ અને દાંતીવાડા તાલુકાના કોઠા ભાડલીના ભાવેશકુમાર ઉર્ફે જોન્સન પોપટજી સોલંકી (માળી)ને ઝડપી પાડયા હતા.’

 

 

જેમની પૂછતાછમાં હાપુરામ ઉર્ફે હેપીએ 13 દિવસ અગાઉ દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક ગુંદરીના યુરીયા લીક્વીડ પંપના કર્મચારીઓને પિસ્તોલ બતાવી રૂ. 40,000 ની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પોલીસે તેના સાથીદાર રાજસ્થાનના અશોકુમાર અંબારામ વિષ્ણુને પણ ઝડપ્યો છે.

 

 

આંગડીયા ચોરી કરનારા શખ્સે રીવોલ્વર બાડમેરથી લાવી હતી. છાપી આંગડીયા ચોરીમાં ઝડપાયેલો પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી રીવોલ્વર મળી આવી હતી.

 

 

જે તેણે રાજસ્થાનના ભીનમાલ જીલ્લાના પુનાસરના સુરેશ ઉર્ફે ટોમી ઢાકા (વિશ્નોઇ) મારફતે બાડમેરના મુન્ના જાટ નજીકથી લાવી હતી. જેની સામે ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામ નજીક આવેલ સાંઇનાથ હોટલના કમ્પાઉન્ડમાં આવેલા ટાટા કંપની યુરીયા લીક્વીડના પંપ પર 13 દિવસ અગાઉ રાત્રે કર્મચારી નરેશકુમાર જાદવ તબિયત સારી ન હોવાથી તે ઓરડીનું બારણું બંધ કરી સૂઇ ગયો હતો.

 

ત્યારે 11:00 વાગ્યાની આજુબાજુ 2 અજાણ્યા શખ્સો આવી ગોદડું ખેંચી તેણી પાસે ટેબલના ખાનાની ચાવી માંગી ત્યારે તેણે ના પાડતાં એક શખ્સે લાફો માર્યો હતો.

 

જ્યારે બીજાએ પિસ્તોલ બતાવી ટેબલનું ખાનુ ખોલી રૂ. 40,000 નું કાળા રંગનું પાકીટ અને કંપનીનો મોબાઇલ ફોન લઇ બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!