ડીસાના બસ સ્ટેન્ડમાંથી ફરી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Share

ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે ફરી એકવાર વિદેશી દારૂ ભરેલ ચાર બેગ સાથે એક શખ્સને ડીસા ઉત્તર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો છે જેથી અનેક વાર રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે આજે ફરી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી એક યુવક ચાર બેગો બીયર ભરી છત્રાલ તરફ સરકારી બસમાં મુસાફરી કરી જઈ રહ્યો હતો તે દરમિયાન સરકારી બસ ડીસા ખાતે આવેલ નવા બસ સ્ટેન્ડમાં આવતા યુવક શંકાસ્પદ હાલતમાં જણાતા યુવકની તપાસ કરતા યુવક પાસે રહેલા ચાર બેગમાં બિયર ટીન ભરી રાજસ્થાનથી છત્રાલ તરફ જઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

તેમજ યુવકનું નામ પુછતા તેને પોતાનું નામ નેબારામ ખેમરાજજી ચૌધરી રહે.સાચોર હાલ છત્રાલ તરફ જતો હોવાનું જણાવેલ જે બાદ ડીસા ઉત્તર પોલીસે 4 બેગ ભરેલ બિયર ટીન સાથે નેબારામ ખેમરાજજી ચૌધરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share