ડીસાના માલગઢમાં એક લગ્ન પ્રસંગના મંડપમાં આગ લાગતાં ભાગદોડ મચી જવા પામી હતી

- Advertisement -
Share

ડીસા તાલુકાના માલગઢ ગામમાં લગ્નના મંડપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઇને ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો લગ્ન પ્રસંગમાં બાંધવામાં આવતા મંડપમાં આગ લાગતાં મંડપ બળીને ખાખ થઈ ગયો હતો પડતા લાખોનું નુકશાન થવા પામ્યું.

બનાસકાંઠા જિલ્લામાં લગ્નના મંડપમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક લગ્નના મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગા ઢાંણીમાં રહેતાં અર્જુનભાઇ ઠાકોરના ખેતરમાં લગ્ન-પ્રસંગમાં બાંધવામાં આવેલા મંડપમાં આજે અચાનક મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
મંડપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મંડપ બળીને ખાખ થઇ ગયું હતું મંડપ બળતા લાખોનું નુકશાન થવા પામ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!