અંબાજીમાં દાનની સરવાણી વહેવડાવી : રાજસ્થાનના માઇભક્તે સોના અને ચાંદીના દાગીનાનું દાન કરી ધન્યતા અનુભવી

- Advertisement -
Share

527.800 ગ્રામ વજનના સોનાના દાગીના અને 1110 ગ્રામ વજનના ચાંદીના કડા મા અંબાના ચરણોમાં અર્પણ કર્યાં

 

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે અનેક માઇભક્તો સોનાનું સતત દાન કરી રહ્યા છે.
જે અંતર્ગત શુક્રવારે રાજસ્થાનના માઇભકત વિજય ચોરસીયાએ 527.800 ગ્રામ વજનના સોનાના દાગીના અને 1110 ગ્રામ વજનના ચાંદીના કડાનું દાન કર્યું હતું.

 

યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર જોવા મળી રહ્યું છે. ત્યારે માઇભક્તો દ્વારા સોનાનું સતત દાન કરવામાં આવી રહ્યું છે.થોડા દિવસ અગાઉ અંબાજી મંદિરને એક ભક્ત દ્વારા સોનાના મુગટનું દાન અપાયું હતું.

 

ત્યારે શુક્રવારે રાજસ્થાનના માઇભક્ત વિજય ચોરસીયાએ 527.800 ગ્રામ વજનના સોનાના દાગીના કે જેની આશરે કિંમત રૂ. 22,43,150 થાય છે અને 1110 ગ્રામ વજનના ચાંદીના કડા જેની કિંમત રૂ. 43,200 જેટલી થાય છે તેનું દાન કર્યું હતું.
માઇભક્તે કુલ રૂ. 22,86,350 ની કિંમતના દાગીના મા અંબાના ચરણોમાં અર્પણ કર્યાં હતા. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે અનેક ભક્તો સોનાનું અને ચાંદીનું દાન કરી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!