બજેટ 2022: આ બજેટથી મધ્યમવર્ગ નિરાશ, STની 1.40 લાખ કરોડની ઐતિહાસિક આવક છતાં ઇન્કમટેક્સમાં કોઈ રાહત ના અપાઈ : ક્રિપ્ટોની કમાણી પર 30% ટેક્સ

- Advertisement -
Share

આશા-અપેક્ષાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કરી દીધું છે. સંસદમાં તેમણે 90 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. એમાં સૌથી મોટી બે જાહેરાત ડિજિટલ સેક્ટરની હતી. જ્યારે આ બજેટ મધ્યમવર્ગને નિરાશા અપાવે એવું હતું. આ બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ રાહત આપવામાં આવી નથી, તેથી ભાજપની મોટી વોટ બેન્ક ગણાતો મધ્યમવર્ગ આ બજેટથી ઘણો જ નારાજ છે.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

બજેટની મહત્ત્વની વાતો:

સીતારમણે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ મળશે, જ્યારે રત્ન અને આભૂષણ તથા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યૂટી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે.

મૂડીરોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતાં સોવેરીન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે.

ચેઈન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વર્ષે RBI ડિજિટલ કરન્સી જાહેર કરશે. એનાથી ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર 30%નો ટેક્સ લગાવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી કોઈપણ પ્રોપર્ટીના ટ્રાન્સફર પર 30% ટેક્સ લાગશે. કોઈ છૂટ નહીં મળે. કોર્પોરેટ ટેક્સને 18%થી ઘટાડીને 15% કરી દેવામાં આવ્યો છે.

મૂડીરોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતાં સોવેરીન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ એટલે કે AVGC સેક્ટરમાં રોજગારની વધુ શક્યતાઓ છે. તેવામાં AVGC પ્રમોશન ટાસ્કફોર્સ અને એની સાથે જોડાયેલા દરેક સ્ટોક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવશે. એવી યોજનાઓ બનાવવામાં આવશે, જેનાથી આપણી ક્ષમતાના આધારે આપણે બજાર અને ગ્લોબલ માર્કેટની જરૂરત પૂરી કરી શકીએ.

MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીસ)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરૂ થશે. 5 વર્ષમાં 6000 કરોડ રુપિયા આપવામાં આવશે. ઉદયમ, ઈ-શ્રમ, NCS અને અસીમ પોર્ટલ સાથે જોડવામાં આવશે. એનાથી તેમની સંભાવનાઓ વધશે. હવે એ લાઈવ ઓર્ગેનિક ડેટાબેસ સાથે કામ કરનારા પ્લેટફોર્મ હશે. એનાથી ક્રેડિટ સુવિધાઓ મળશે અને આન્ત્રપ્રીનરશિપ માટે સંભાવનાઓમાં વધારો થશે.

 

મહામારી દરમિયાન સ્કૂલ બંધ રહેવાથી ગામના બાળકોને બે વર્ષ શિક્ષણથી વંચિત રહેવું પડ્યું. પીએમ ઈ-વિદ્યા અંતર્ગત એવા બાળકો માટે એક ક્લાસ-એક ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ 12થી વધારીને 200 કરવામાં આવશે. આ ચેનલો તમામ ભાષાઓમાં હશે. વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ટેક્નિકની મદદ લેવામાં આવશે. એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત એક્સપ્રેસ બનશે. નેશનલ હાઈવે નેટવર્ક 25 હજાર કિલોમીટર સુધી વધારાશે. આ મિશન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. અમારો પ્રયત્ન 60 લાખ નવા રોજગારનું સર્જન કરવા પર રહેલીછે. આની સાથે જ અમે ગરીબો માટે 80 લાખ ઘર બનાવીશું. 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરાશે, જેમાં ચિપ પણ લાગેલી હશે.

ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે

ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

કિસાન ડ્રોન- ખેતીમાં મદદ કરશે ડ્રોન

ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરાશે. તેનાથી પાક મુલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ કરવામાં આવશે.

400 નવી જનરેશનની વંદેભારત ટ્રેનો આગામી 3 વર્ષ દરમિયાન દોડતી થઈ જશે. આ દરમિયાન 100 પ્રાઈમ ડાયનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે.

ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશુંરાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.

અમૃતકાળનું બજેટ:

સૌથી પહેલા હું તેવા લોકો માટે સંવેદના વ્યક્ત કરું છું જેમણે કોવિડ મહામારીમાં મુશ્કેલીઓનો સામનો કર્યો. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને અમૃતકાળનું આ બજેટ છે. પ્રધાનમંત્રીજીના વિઝનને પૂરુ કરવા માટે અમારી સરકાર પ્રયત્નો કરશે. અમારી સરકાર નાગરિકો ખાસ કરીને ગરીબોને સશક્ત બનાવાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગરીબોને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.

 

નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરીને સંસદ ભવન પહોંચ્યાં છે. અહીં થોડીવારમાં કેબિનેટ મીટિંગ થશે. એમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. કેબિનેટ મીટિંગ માટે મંત્રીઓ સંસદ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ મીટિંગ પહોંચી ગયા હતા.

 

મહામારી દરમિયાન લોકોનાં જીવન બદલાયાં છે અને જરૂરિયાતો પણ. આ સંજોગોમાં બજેટ પાસે એક અલગ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

સૌથી વધારે અપેક્ષા ઈન્કમટેક્સમાં રાહત મળે અને ટેક્સ સ્લેબ વધારવામાં આવે એની સાથે છે. મહામારી દરમિયાન ખેડૂતો અને નાના વેપારીઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. ટૂરિઝમ સેક્ટરને પણ સ્પેશિયલ પેકેજની આશા છે.

 

રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે બજેટમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધાને કંઈક ને કંઈક મળે. તેમણે કહ્યું હતું કે બજેટ તૈયાર કરતી વખતે સમાજના દરેક લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડી ધીરજ રાખો, બજેટથી બધા ખુશ થશે.

આજે રજૂ થનારા બજેટમાં કોરોના વેક્સિન માટે જે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એ માટે ફંડની ફાળવણી કરવામાં આવી શકે છે.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

19 કિલો વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં આજે 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે તેની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમત આજથી લાગુ કરાશે.

 

બજેટ અગાઉ એવિએશન ટર્બાઈન ફ્યૂલ એટલે કે વિમાનોના ઈંધણની કિંમતોમાં રેકોર્ડ 8.5%નો વધારો થયો છે. ઈંધણની કિંમતો વધવા પર હવાઈ ભાડું પણ વધી શકે છે.

 

હાલમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર FAME-2 યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મોટી સબસિડી આપે છે. આ બેટરીની ક્ષમતા અનુસાર રૂ. 15,000/kWhના દર પર આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની તેની મહત્તમ મર્યાદા પણ હવે કિંમતના 20 થી 40 ટકાની છે. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં સરકાર આ સબસિડી ચાલુ રાખવાની સાથે-સાથે બજેટમાં આ રકમ થોડી વધુ વધારી શકાય છે, જેથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી શક્ય તેટલી વધે. એ જ રીતે, સરકાર ઈલેક્ટ્રિક વાહનોના બિઝનેસને સરળ બનાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

બજેટ રજૂ થતાં પહેલાં રાજ્યમંત્રી ભાગવત કરાડે ઘરે પૂજા કરી

 

આ મોદી સરકારનું 10મું અને નિર્મલા સીતારમણનું ચોથું બજેટ છે.

સામાન્ય નાગરિક, સિનિયર સિટિઝન રાહત ઈચ્છી રહ્યા છે

  • પાંચ લાંખ સુધીની આવક કરમુકત કરવી
  • પાંચ લાખથી દસ લાખ સુધીની 10 ટકા ઇન્કમટેકસ સ્લેબ
  • રૂ. 10થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા ટેકસ લાગુ કરવો
  • રૂ. 20 લાખથી વધુની આવક પર 30 ટકા ટેકસ સ્લેબ દર રાખવો
  • સુપર સિનિયર સિટિઝન માટે આવક મુકિત મર્યાદા 5.00 લાખના બદલે રૂ. 7.50 લાખ કરવી જોઇએ.
  • મહિલાઓ માટે આવક મુકિત મર્યાદા નથી. અગાઉ મહિલાઓને મુકિત મર્યાદા અલગથી મળતી હતી.
  • નોકરિયાત વર્ગને સ્ટાન્ડર્ડ ડિડકશન રૂ. 50 હજાર છે, એ વધારીને 80 હજારથી 1 લાખ સુધી કરવી જોઈએ.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!