ડીસામાં મોબાઇલના રૂ. 500 ની લેતીદેતીમાં ઇંટ અને છરાના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

મોટા ભાઇને છોડાવવા જતાં નાના ભાઇની હત્યા કરતાં ચકચાર : ઘટનાની જાણ દક્ષિણ પોલીસ કરતાં ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી

 

બનાસકાંઠામાં દિન-પ્રતિદિન હત્યા જેવી ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે. ડીસામાં 5 દિવસ અગાઉ નાની એવી રૂ. 20 ની લેતીદેતીની રકમ માટે હત્યા કરાઇ હતી અને ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

 

ડીસામાં મોટા ભાઇને છોડાવવા જતાં નાના ભાઇની હત્યાનો મામલો સામે આવ્યો છે. મોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં ઇંટ અને છરાના ઘા મારી કરપીણ હત્યા કરાઇ હતી.

 

આ ઘટનાનો સમગ્ર મામલો જોઇએ તો દિલીપ બારોટ નામના યુવકે મનિષ ઠાકોર પાસેથી મોબાઇલ લીધો હતો અને રૂ. 500 નાની રકમની લેતીદેતી બાકી હોવાથી બંને વચ્ચે તકરાર થઇ હતી અને મામલો હાથપાઇ સુધી પહોંચ્યો હતો.
આ સમયે દિલીપનો નાનો ભાઇ ચિરાગ પણ સાથે હોવાથી બંનેને છોડાવવા વચ્ચે પડયો હતો. પરંતુ મનિષ ઠાકોર ઉર્ફે માલા નામનો વ્યક્તિ કે જેણે ચિરાગ બારોટ પર હુમલો કરી અને ઇંટ અને છરા વડે ઘા મારી તેની કરપીણ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

 

આ ઘટનાની જાણ દક્ષિણ પોલીસને કરતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચિરાગ બારોટને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં તેનું મોત નિપજ્યું હતું.
ડીસામાં એક સપ્તાહમાં રૂપિયાની લેતીદેતીના મામલે હત્યાની 2 ઘટના સામે આવી છે એ ખૂબ જ દુઃખદ સમાચાર છે. સમગ્ર ઘટના અંગે દક્ષિણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!