લાખણીમાં ખેડૂતે જેટકો કંપનીથી કંટાળી ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

- Advertisement -
Share

લાખણી તાલુકાના ગેળા ગામે એક ખેડૂતે આજે પોતાના ખેતરમાં ખેતીની જમીન બગડતા અને રૂકસાર થતા લાગી આવતા ખેડૂતે રિક્વેસ્ટ કરવા છતાં જેટકો કંપનીના કર્મીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે વીજ થાંભલા ઉભા કરવાનું કામ ચાલુ કર્યું હતું જેને લઇને આજરોજ ખેડૂતોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી લાઈનો ખેંચવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને જમીન પણ લાઈન ખેંચવાના કારણે ખરાબ થતી હોય છે ત્યારે એક લાખણી તાલુકાના ગેળા ગામે રહેતા સેધાજી ઠાકોર તેમના ખેતરમાં જેટકો કંપની દ્વારા આઠ વીજલાઇન હોવા છતાં વધુ એક વીજ લાઈન નાખતા ખેડૂતે વીજલાઇન સાઈડમાં નાખવા રિક્વેસ્ટ કરી હતી.
સેધાજી ઠાકોરે તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવા મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી આજે જેટકો કંપનીના ત્રાસના કારણે ખેડૂતોની ખેતીની જમીન બગડતા અને નુકસાન થતા લાગી આવતા ખેડૂતે આજ રોજ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો. ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ધોરણે ખેડૂતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!