ડીસાના માલગઢ ગામે પંચાયત દ્વારા આઈસોલેસન વૉડ ચાલુ કરવામાં આવ્યો

- Advertisement -
Share

ડીસા તાલુકા માલગઢ ગામે પંચાયત દ્વારા અઈસોલેસન વૉડ 10 બેડનો ચાલુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત પોલીસ મહા નિરીકક્ષક જે.આર. મોથલીય બોર્ડર ભુજ રેન્જ આઇ.જી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ ડીસા ડી.વાય.એસ.પી. કુશલ ઓઝા ડીસા તાલુકાના રૂરલ પી.આઈ એમ.જે.ચોધરી સાથે આજ રોજ માલગઢ ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પ્રાથમિક શાળામાં બનાવેલ આઇસોલેસન વોડની મુલાકાત લીધી હતી.

 

 

 

 

મુલાકાત વખતે આઈસોલેસન વોડમાં છ થી સાત જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જે.આર. મોથલીયાનું પી.એસ.સી ખાતે માલગઢ સરપંચ દ્વારા ફુલ છડી આપી સ્વાગત કરાયું હતું.

આ મુલાકાત વખતે માલગઢ સરપંચ શ્રવણકુમાર ગીગાજી પરમાર, બનાસકાંઠા જિલ્લાના ભાજપ ઉપાધ્યાય કૈલાશભાઈ ગેલોત, માલગઢ જીલ્લા પંચાયત ડેલીકેટ સવિતાબેન નરેશભાઈ ટાક, બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેશભાઈ ટાંક, તાલુકા ડેલીકેટ માલગઢ નરેશભાઈ સોલંકી તેમજ માલગઢ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!