સુઇગામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ગુજરાતનું પ્રથમ ઓકિસજન પ્લાન્ટ ધરાવતું કેન્દ્ર બન્યું

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ ગામમાં કોરોનાની મહામારીમાં પૂર્વ આરોગ્ય મંત્રીએ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવા એક બેઠક બોલાવી હતી. જેમાં તાત્કાલીક વાવ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં રૂ. 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરી તેનું લોકાર્પણ કરાયું હતું. આ બેઠકમાં વાવ-સુઈગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સરહદી પંથકના બનાસકાંઠા જીલ્લાના સુઇગામ ગામમાં કોરોનાની મહામારીમાં પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી દ્રારા એક બેઠક યોજાઇ હતી. જેમાં તાત્કાલીક વાવ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં રૂ. 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

આ અંગે મીડીયાને જણાવ્યું હતું કે, હાલમાં રોજીદા 35થી 50 ઓક્સિજન સિલિન્ડરો બનશે એ પ્લાન્ટ મારફત કનેકશન આપી લાઈન મારફત 35થી વધુ દર્દીઓને ઓક્સિજન પુરો પાડી શકાશે. પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી મળેલી સરહદી પંથકની અદ્ભુત ભેટને લોકોએ બિરદાવી હતી.

આ પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ બનાસકાંઠા જીલ્લા મહામંત્રી ઉમેદદાનજી ગઢવી, રામસેંગભાઈ રાજપૂત, સુઈગામ તાલુકા ભાજપ પ્રમુખ પીરાભાઈ ગામોટ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વાવ ધનજીભાઈ ગોહીલ અને જીલ્લા પંચાયત સુઈગામ રામજીભાઈ રાજપૂત સહીત બહોળી સંખ્યામાં વાવ-સુઈગામ પંથકના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!