ડીસાના જૂનાડીસા નજીક 3 યુવકોના મોત મામલે ફેસબુકમાં સમાજ વિરોધી વિવાદીત પોસ્ટ કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

મૃતકના સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો

 

ડીસામાં ગઇકાલે જૂનાડીસા નજીક બનાસ નદીમાં 3 મિત્રો ડૂબી જતાં થયેલા મોત મામલે ફેસબુકમાં સમાજ વિરોધી પોસ્ટ કરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પોસ્ટ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક બનાસ નદીમાં પાણી આવતાં 3 મિત્રો પરિવાર સાથે નદી જોવા માટે ગયા હતા.
જ્યાં નદીમાં ન્હાવા પડતાં 3 મિત્રો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. જેમાં કેટલાંક જાગૃત લોકોએ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી નદીમાં ન જવા અને ન્હાવા ન પડવા માટે લોકોને જાગૃત કરતું લખાણ

 

સોશિયલ મીડીયામાં વાયરલ કર્યું હતું. જે પોસ્ટમાં એક શખ્સે મૃતકના સમાજ વિરોધી કોમેન્ટ કરી હતી અને મૃતકના સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
અને અગ્રણીઓ એકત્ર થઇ કોમેન્ટ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે કોમેન્ટ કરનાર શખ્સ સામે આઇ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!