ડીસાથી નીકળેલ સાયકલ યાત્રાનું વિશ્વના ઊંચા મોટરેબલ રોડ ઉપર તિરંગો લહેરાવીને સમાપન કરાયું

- Advertisement -
Share

‘રાઇડ ફોર નેશન રાઈડ ફોર વેકસીનેશન’ ના નારા સાથે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને રાજ્યના 13 લોકોએ મનાલીથી લેહ, લદાખના વિશ્વના ઉંચામાં ઉંચા મોટરેબલ રોડ સુધી “ભારત બચાઓ…વિશ્વ બચાઓ “ના નારા સાથે રસીકરણની જાગૃતિ માટે 500 કિલોમીટરની સાઇકલ યાત્રા કરી હતી.

 

 

રસ્તામાં આવતા નાનામાં નાના ગામડાઓના લોકોને “સહી ઝુંબેશ” અંતર્ગત રસીકરણ કરવા માટે સમર્થન લેવામાં આવ્યું હતું. બાદમાં વિશ્વના ઉંચામાં ઉંચા મોટરેબલ રોડ પર (18,380 ફુટ) તિરંગો ઝંડો લહેરાવીને સાઇકલ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

 

 

આ યાત્રામાં 2 મહિલાઓ ડો.સ્મિતાબેન મેહુલભાઈ મોઢ અને ભામિનીબેન મિતેનભાઈ મેવાડાએ જોડાઈને મહિલા સશકિતકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાઇકલ યાત્રાને મનાલી વહીવટી વિભાગે અને લદાખ વહીવટી વિભાગે આવકાર્યું હતું. તેમજ ભારત સરકારના મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઈ અને ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવેનો સાથ સહકાર પણ મળ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!