બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ટ્રકમાંથી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 75,71,945 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ટ્ર્કમાંથી રૂ. 55,51,945 નો દારુ ઝડપી પાડયો હતો. જયારે એક શખ્સની અટકાયત કરી હતી.
પોલીસે કુલ રૂ. 75,71,945 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે છાપી પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ વિધાનસભા ચૂંટણીની આચારસંહીતાને લઇ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવાનું ષડયંત્ર ચાલતું હોય જે ઝડપી પાડવાની સુચના આધારે પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એ.બી.ભટ્ટને બાતમી મળી હતી કે, એક ટેન્કર નં. RJ-09-GD-2377 માં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરીને અમીરગઢથી પાલનપુર થઇ છાપી તરફ જવાની છે.

 

જે બાતમીના આધારે બાતમીવાળા ટેન્કરની નાકાબંધી કરતાં ટેન્કરના ચાલકે ટેન્કર રોક્યું ન હતું. જેનો પીછો કરી પાલનપુર-છાપી હાઇવે ધારેવાડા પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી અને ટેન્કરને ઝડપી પાડયું હતું.

 

જેમાં ડ્રાઇવર જાલારામ નારનારામ ઉમેદારામ જાટ (રહે.લીલાસર કોલુ, તા.બાઇતુ, જી.બાડમેર, રાજસ્થાન) ના ટેન્કરમાંથી દારૂની પેટી 994 અને છૂટક બોટલો 428 મળી કુલ બોટલ 12,356 જેની કિંમત રૂ.
55,51,945 સહીત કુલ રૂ. 75,71,945 ના મુદ્દામાલ સાથે શખ્સની અટકાયત કરી હતી. આ અંગે છાપી પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!