ડીસામાં બેદરકારીથી રીક્ષા ચલાવી પેસેન્જરસને ઈજા પહોંચાડતા ચાલકને કોર્ટે 15 માસની સજા ફટકારી

- Advertisement -
Share

ડીસામાં બેફામ બનેલા રિક્ષાચાલકને ડીસાની કોર્ટે 15 માસની સજા ફટકારી છે. રિક્ષા ચાલકે 2015માં બેદરકારીથી રીક્ષા ચલાવી પલટી ખવડાવી દેતા તેમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેને લઇ ડીસા કોર્ટે રિક્ષાચાલકને બેજવાબદારી રીતે પેસેન્જર વાહન ચલાવવા બદલ 15 માસની કેદની સજા ફટકારી હતી.

 

ડીસાના વડવાળ નજીક રીક્ષા ચાલકે તેની પેસેન્જર રીક્ષામાં મુસાફરો બેઠેલા હોવા છતાં પણ પુરપાટ ઝડપે રીક્ષા ચલાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ડીસા કોર્ટે રીક્ષા ચાલકને 15 માસની સજા ફટકારી છે.
આ સમગ્ર કેસની વિગતો અનુસાર માલગઢ નિશાળવાળી ધાણી ખાતે રહેતા વસંત ટાંક ગત તારીખ 16 નવેમ્બર 2015ના રોજ પોતાની રીક્ષામાં પેસેન્જર ભરી વડાવલ સિમમાંથી હાઇવે તરફ જઈ રહ્યો હતો. તે વખતે રીક્ષા પુરપાટ ઝડપે બેદરકારીથી ચલાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી તેમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા ડીસાના એડિશનલ ચીફ જ્યૂડીશનલ મેજિસ્ટ્રેટે આરોપી બી.વી ટાંકને કલમ 279ના ગુનામાં પાંચ માસની સજા તેમજ 337ની કલમના ગુનામાં પાંચ માસ અને 338ના ગુનામાં પાંચ માસ મળી કુલ 15 માસની સજા સંભળાવી હતી. તેમજ રૂપિયા 2000નો દંડ ફટકાર્યો હતો. કોર્ટના આ ચુકાદાના પગલે બેજવાબદારી પૂર્વક પેસેન્જર વાહન ચલાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!