રાજગરાના હબ ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવક થઇ શરૂ

- Advertisement -
Share

રાજગરાના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવક શરૂ થઈ છે. ચાલુ વર્ષે રાજગરાનો ભાવ 1441થી 1511 રૂપિયા મળી રહ્યો છે. આથી ગત વર્ષની સરખામણીએ પ્રતિ મણ રાજગરાના 500 રૂપિયા વધુ ભાવ મળતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી.

 

બનાસકાંઠા જીલ્લાની રેતાળ જમીન અને અનુકૂળ વાતાવરણના લીધે ગુજરાતમાં સૌથી વધુ રાજગરાનું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જીલ્લામાં થાય છે. દર વર્ષે એક માત્ર ડીસા માર્કેટયાર્ડમાં જ એક લાખથી વધુ બોરીની આવક નોધાય છે. ગત વર્ષે પ્રતિ મણ (20 કિલો) રાજગરાનો ભાવ 850થી 950 રૂપિયા રહ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે 1441થી 1511 રૂપિયા ભાવ હાલમાં બોલાઈ રહ્યો છે. આમ, ગત વર્ષની સરખામણીએ પ્રતિ મણ રાજગરાએ 500 રૂપિયા જેટલો વધારો મળતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધુ રાજગરાની આવક ડીસા માર્કેટયાર્ડમાં નોધાય છે. તેમજ દર વર્ષે એક લાખથી વધુ બોરી રાજગરાની આવક બાદ તેની અન્ય રાજયોમાં નિકાસ કરવામાં આવે છે તેમ ડીસા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનના પ્રમુખ અરજણભાઈ પટેલે જણાવ્યું હતું.

ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવક શરૂ થઈ છે તેમજ ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહ્યાં છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ પ્રતિ મણ (20 કિલો) રાજગરાએ 500 રૂપિયાનો ભાવ વધુ મળી રહ્યો છે તેમ ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!