વડગામના કરમાવદ અને મુક્તેશ્વર તળાવો ભરવાને લઇ લોકોએ અનોખી પહેલ કરી : 125 ગામના લોકોએ ગુરૂ મહારાજનું નામ લઇ દીવા પ્રગટાવ્યા

- Advertisement -
Share

આ પહેલથી જો સરકાર નહીં જાગે તો 40,000 મહીલાઓ રેલી કરશે તેવી ચિમકી ઉચ્ચારી

 

વડગામ તાલુકાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવો ભરવાને લઇ 125 ગામોએ અનોખી પહેલ કરી છે. ગુરૂવારે રાત્રે 125 ગામોમાં ગુરૂ મહારાજનું નામ લઇ સરકાર સુધી તળાવ ભરવાની માંગ પહોંચાડવા ગ્રામજનોએ દીવા પ્રગટાવ્યા છે.
જો કે, સરકાર નહીં જાગે તો 30,000 થી 40,000 જેટલી મહીલાઓ પાણી માટે પાલનપુરમાં રેલી યોજશે તેવી ગ્રામજનોએ ચિમકી પણ આપી છે. જો કે, અગાઉ પણ 20,000 થી 25,000 જેટલાં ખેડૂતોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.
મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવ પાણીથી ભરવા મુદ્દે 20,000 થી વધુ ખેડૂતોની મહા રેલી બાદ હવે ખેડૂતોએ 125 ગામોમાં ગુરૂ મહારાજના નામથી ઘરે-ઘરે દીવા પ્રગટાવી સરકાર સુધી કરમાવદ અને
મુક્તેશ્વર તળાવ ભરવાને લઇ અનોખી પહેલ કરી છે. આ આંદોલનમાં મુસ્લિમ સમાજના પણ ઘણા ખેડૂતો જોડાયેલા છે.
ત્યારે મુસ્લિમ સમાજના ખેડૂતોએ ઇબાદત કરી અને નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરી છે.
જો પાણીની માંગ પુરી નહી થાય તો આગામી સમયમાં 30,000 થી 40,000 થી વધુ મહીલાઓની મહારેલી યોજવા ખેડૂતો મક્કમ બન્યા છે.
જો કે, થોડા દિવસ અગાઉ ખેડૂતોની 20,000 વધુની મહારેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!