બનાસકાંઠામાં પતિ વિરુધ પોલીસ ફરિયાદ કરવા નીકળેલ મહિલાએ મુડેઠા ટોલનાકા નજીક અકસ્માતમાં જીવ ગુમાવ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર હજુ ચાલુ છે જેમાં મંગળવારની વહેલી સવારે ડીસા-રાધનપુર(deesa radhanpur) નેશનલ હાઇવે પર ઓવરટેક સમયે ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું હતું તો એકટીવા ચાલકને નાની મોટી ઈજા થઇ હતી.

 

 

અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાજવીર સ્વામીએ પોલીસ એફ.આઈ.આર.માં જણાવ્યા મુજબ તેમનું નામ રાજવીર બજરંગલાલ રગુનાથદાસ જાતે સ્વામી(વૈષણ) ઉ.વ. 40 અને તે ખાનગી નોકરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

 

 

રાજવીર મૂળ રહે.માંગલવાડા,તા.મોજમાવાત,જી.જયપુર રાજસ્થાન અને હાલે રહે.સાગાનેર રેલ્વેસ્ટેશન દેવડાફાર્મ,તા.સાગાનેર જી.જયપુર રાજસ્થાન અને તેઓ દેવાડા ફાર્મ પર પોતાના પરિવાર સાથે રહે છે અને ચોકીદારનું કામ કરે છે.

ફરિયાદીએ પોલીસ એફ.આઈ.આર. માં જણાવ્યા મુજબ મૃતક કંચનબેન ઝવેરીલાલ ઉર્ફે જવેરમ પારેશ્વર દવે તેમના ધર્મની બહેન છે તેવું જણાવ્યું છે અને તેઓનું પિયર નાનાડી ઇન્દ્રપ્રસ્થ નગર,તા.બનાર્ડ,જી.જોધપુર રાજસ્થાન છે.

 

 

કંચનબેનનાં લગ્ન ધ્રાન્ડવ,તા.દિયોદર,જી.બનાસકાંઠા મુકામે રહેતા ઝવેરીલાલ દવેનાં સાથે થયેલા છે અને તેઓને એક 12 વર્ષનો દીકરો પણ અવતરેલ છે જયારે તેમની લગ્ન જીવનમાં પતિ-પત્ની તકરારમાં કેસ થયેલ છે જેથી કંચન બેન તેમના પતિથી અલગ ભાડાના મક્નામાં હાલે કુવાળા,તા.દિયોદર ખાતે તેમના સંતાન સાથે રહેતા હતા.

રાજસ્થાન મુકામે કંચનબેનનાં પિયરમાં તેમના ભાઈનાં લગ્ન હોઈ જે પ્રસંગ પૂરો થતા કંચનબેન અને તેમના બાળકને ઈજાગ્રસ્ત ફરિયાદી રાજવીર સ્વામી તેમની સ્કોડા ગાડીમાં ચાર દિવસ અગાઉ કુવાળા મુકામે સાથે આવેલ હતા.

 

મંગળવારની વહેલી સવારે દિયોદર તાલુકાના કુવાળા ગામે રેહેતા કંચનબેન ઝવેરીલાલ ઉર્ફે જવેરમ પારેશ્વર દવે અને તેમના ધર્મના ભાઈ સ્વામી(વૈષણ) રાજવીર બજરંગલાલ રગુનાથદાસ બન્ને કંચનબેનનાં એકટીવા પર જેમાં રાજવીર સ્વામી એકટીવા ચલાવી રહ્યા હતા અને કંચનબેન પાછળ બેઠેલ હતા તેઓ તેમના પતિ સાથે તકરાર ચાલતી હોઈ તે બાબતે પોલીસ મથેક ફરિયાદનાં કામે નીકળેલ હતા.

 

 

જયારે ભીલડી નજીક મુડેઠા ટોલનાકા ગાડી(Truck) નંબર U.P.-40- P- 0077 ચાલકે એકટીવાને હડફેટે લેતા એકટીવા ચાલક સ્વામી એકતરફ ફંગોળી ગયા હતા જયારે મૃતક કંચનબેન ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના બનતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા 108 એમ્બુલન્સ પોલીસને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત સ્વામીને સારવાર અર્થે ડીસા હોસ્પિટલ લાવામાં આવ્યા હતા જયારે મૃતક કંચનબેનની લાશને ભીલડી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા ભીલડી પોલસે પ્રાથમિક તપસ કરી ટ્રક ચાલક વિરુધ અકસ્માતનો ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

અકસ્માતના કામે ભીલડી પોલીસે આઈ.પી.સી. કલમ 304(A), 279, 337 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુન્હો નોધ્યો.

આ અકસ્માતનાં કામે ફરિયાદી રાજવીર સ્વામી સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક કંચનબેનનાં લગ્ન ઝવેરીલાલ દવે સાથે થયા હતા તે ઝવેરીલાલનાં અગાઉ અન્ય યુવતી સાથે પણ લગ્ન થયેલ અને અને દવેની પહેલી પત્નીનું પણ અગમ્યું કારણસર મોત નીપજ્યું હતું.

ત્યાર બાદ કંચનબેન સાથે લગ્ન થયા બાદ બંને વચે તકરાર ચાલતી હતી અને તેમના તરફથી કંચનબેનને હેરાનગતિ કરવામાં આવતી હતી જયારે કંચનબેનને વારંવાર તેમને ભાડાનું મકાન બદલવાની ફરજ પડતી હતી. જોકે આ તમામ ચર્ચા ફરિયાદીએ અમારી સાથે ટેલીફોનીક જણાવ્યા મુજબની તેમાં કેટલું સત્ય છે તે યોગ્ય તપાસ થાય તો વધુ વિગત બહાર આવે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!