ડીસાના ગેનાજી ગોળીયામાં શૌચાલય કૌભાંડમાં જીલ્લા વિકાસ અધિકારીએ સ્થળ પર જાત નિરીક્ષણ કર્યું

- Advertisement -
Share

જીલ્લા વિકાસ અધિકારી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તમામ 138 શૌચાલયની તપાસ કરવામાં આવશે અને જેમાં ગેરરીતી આચરવામાં આવી હશે તે તમામ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

 

બનાસકાંઠા જીલ્લામાં શૌચાલય કૌભાંડ ખરેખર શરમજનક છે. આ કૌભાંડમાં કાગળ પર બનેલા શૌચાલય ખરેખર અસ્તિત્વમાં જ નથી. ત્યારે આખરે જનતાએ જાગૃત બનીને આ અંગે જીલ્લા વિકાસ અધિકારીને
લેખિતમાં ફરિયાદ કરતાં જીલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં બનેલા શૌચાલયની તપાસના આદેશ આપ્યા બાદ શુક્રવારે જીલ્લા વિકાસ અધિકારી સ્થળ પર જઇ જાત નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય અને વ્યક્તિગત શૌચાલય બનાવવામાં ગુજરાત દેશમાં મોખરે હોવાની ગુલબાંગો પોકળ પૂરવાર થઇ રહી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં શૌચાલય બનાવવાની આ કામગીરીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં તંત્ર સફાળુ જાગ્યું છે અને ગેનાજી ગોળીયા ગામમાં બનેલા શૌચાલય તપાસના આદેશ અપાયા હતા.

એટલું જ નહીં તપાસમાં ગેરરીતી જણાતાં જવાબદાર કર્મચારીઓ-અધિકારીઓ સામે આકરા પગલાં ભરવાની પણ જીલ્લા વિકાસ અધિકારીએ સુચના આપવાની ફરજ પડી છે.
આ આદેશને પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને સખી મંડળના કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં તા. 3 જૂનના રોજ

જીલ્લા વિકાસ અધિકારીની વિઝીટ કરવાની હોઇ જેના પગલે તમામ કૌભાંડ છૂપાવવા સરપંચ, તલાટી અને સખી મંડળના સંચાલક શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરી હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યાં હતા.

જેથી જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે શુક્રવારે ગેનાજી ગોળીયા ગામમાં દોડી આવ્યા હતા અને 8 શૌચાલયની તપાસ કરી હતી.

જેમાં ગેરરીતીઓ ધ્યાને આવી હતી. જેથી તેમણે કુલ 138 શૌચાલયની તપાસ માટે ટીમ તૈયાર કરી હતી અને તમામ શૌચાલયની તપાસ કરી સત્યતા જાણી તા. 20 જૂન સુધી રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે જાહેરમાં શૌચાલયની પ્રવૃત્તિ અટકાવવા માટે દરેક રાજ્યોને 100 ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગુજરાત સરકારને પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

કરોડો રૂપિયા આવ્યા હતા પરંતુ હજારો ગામડાઓમાં કાગળ પર જ શૌચાલય બતાવીને રૂપિયા ચાઉં કરી જવાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.
સરકાર દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂ. 12,000 માતબર રકમ આપવામાં આવે છે. પરંતુ અહીં તો માત્ર સખી મંડળ રૂ. 5,000 અને રૂ. 7,000 આપી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

 

ત્યારે ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં એક પરિવારના જૂદા-જૂદા સભ્યોના અલગ ઘર દર્શાવીને 138 શૌચાલય દર્શાવાયા હતા. જેમાં મોટા ભાગના બન્યા નથી અને અમુકને બારોબાર ઉચક ચૂકવણી કરી હોવાના લાભાર્થીઓ જણાવી રહ્યા છે.
જે બાદ સ્થાનિક લોકોએ જીલ્લા વિકાસ અધિકારી જોડે તમામ આધાર પૂરાવા સાથે રજૂઆત કરતાં કેટલાંક કિસ્સામાં તો એક પરિવારના જૂદા-જૂદા સભ્યોના અલગ ઘર દર્શાવીને શૌચાલય દર્શાવાયા છે. જેમાં મોટાપાયે ખાયકી આચરાઇ હોવાના જાણવા મળ્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!