ડીસાના નવીન ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બેના મોત

- Advertisement -
Share

ડીસામાં નવીન બનેલ ઓવરબ્રીજ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો. રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનર સહિત બેના મોત નિપજ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે ડીસા માર્કેટયાર્ડ થી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી બનાવેલ નવીન ઓવરબ્રીજ પર આજે વહેલી સવારે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નવીન બનાવેલ ઓવરબ્રીજ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે વારે ઘડીએ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વહેલી સવારે પાલનપુર તરફથી આવી રહેલા ટ્રેલર તેમજ રોંગ સાઈડમાં માર્કેટયાર્ડમાં જવા માટે જીરું-ઇસબગુલ ભરેલ ટ્રક બે સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રક બ્રિજ પર પલ્ટી ખાધું હતું. તેમજ ટ્રેલરમાં સવાર ડ્રાઈવર તેમજ ક્લિનરનો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા વહેલી સવારે ઓવરબ્રીજ પર ટ્રાફિકજામ પણ સર્જાયું હતું. જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરાતા જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી રાહત કામગીરી શરૂ કરી. ટ્રેલરમાંથી ક્લીનર અને ડ્રાઇવરના મૃતદેહને મહામુસીબતે બહાર નીકાળી ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!