અંબાજીમાં ચોરાયેલી બાઇકને પોલીસે ગણતરીના કલાકોમાં મૂળ માલિકને પરત સોંપતાં લોકોએ કામગીરીને બિરદાવી

- Advertisement -
Share

બાઇકના માલિકે અંબાજી પોલીસ સ્ટેશનમાં વિડીયો ફૂટેજના આધારે અરજી આપી ફરિયાદ નોંધાવી હતી

 

અંબાજી પોલીસની સુંદર કામગીરી જોવા મળી છે. ગણતરીના કલાકોમાં ચોરાયેલી બાઇકને ઝડપી પાડી મૂળ માલિકને પરત સોંપી છે.

આ અંગેની વિગત એવી છે કે, અંબાજી વિસ્તારમાં ચોરીઓની ઘટના સામે આવતી હોય છે. પોલીસ પણ ચોરીના બનાવ અંગે લગામ લગાવાની કોશિષ કરતી હોય છે.

ગઇકાલે મોડી રાત્રે અંબાજી પોલીસ સ્ટેશનમાં સામેના વિસ્તારમાંથી બાઇક ચોરી કરીને શખ્સ ફરાર થઇ ગયો હતો.
આ બાઇક ચોરીની ઘટનાનો વિડીયો સી.સી.ટી.વી. કેમેરામાં સામે આવતાં બાઇકના માલિકે અંબાજી પોલીસ સ્ટેશનમાં વિડીયો ફૂટેજના આધારે અરજી આપી ફરિયાદ નોંધાવી હતી.

 

અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ અરજીના આધારે અને સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરતાં ગણતરીના કલાકોમાં બાઇકની શોધખોળ કરી બાઇકને પરત મૂળ
માલિકને સોંપી દેવાઇ હતી. અંબાજી પોલીસ કર્મીઓ સુરેશભાઇ પરમાર અને મુકેશભાઇ પરમાર દ્વારા કરેલી સુંદર કામગીરીની અંબાજીના લોકોએ સરાહના કરી હતી. જયારે તેમની કામગીરીને બિરદાવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!