અમીરગઢ નજીક પસાર થતી ત્રિવેણી સંગમ નદી પરના કોઝવે પરથી પાણીમાં પડતાં આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

સ્થાનિક તરવૈયાઓએ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયો હતો

 

અમીરગઢ નજીકથી પસાર થતી ત્રિવેણી સંગમ નદીઓ પરના કોઝવે પરથી શનિવારે એક યુવક પસાર થઇ રહ્યો હતો.
ત્યારે કોઝવે પરથી યુવક પાણીમાં પડતાં તેનું મોત નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા તેનું કરુણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ નજીક નદીઓ હાલમાં 2 કાંઠે વહી રહી છે. જે નદીઓમાં ન્હાવા પડવું મોતને નોતરુ આપવા જેવું છે. છતાં પણ લોકો જીવનું જોખમ લઇ જઇ રહ્યા છે.
ખાદેડો અને કલેડી આ 3 નદીઓ જ્યાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે અને અમીરગઢથી સવનીયા જવા માટે આ રસ્તો છે જ્યાં એક કોઝવે બનાવેલો છે પરંતુ કોઝવેમાં પાણી જવા માટે નાળા ન મૂકતાં નદીનું પાણી કોઝવે ઉપરથી ચાલી રહ્યું છે.
જેથી લોકોને જીવના જોખમે કોઝવે ઉપરથી પસાર થવું પડે છે. આવી જ રીતે શનિવારે કોઝવે ઉપરથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન તેઓ કોઝવે ઉપરથી પાણીમાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.

 

એક દિવસ પહેલાં બનાસ નદીમાં ડૂબી જતાં 10 વર્ષિય બાળકનું કરુણ મોત નિપજ્યું હતું અને વૃદ્ધનો જીવનનો આધાર છીનવાઇ ગયેલો હતો.

 

ત્યારે સવાનીયાનો આશાસ્પદ યુવક ત્રિવેણી સંગમ નજીક પાણીમાં ડૂબતાં તેનું પણ મોત નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ યુવકને પાણીમાંથી કાઢી અમીરગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો.
જ્યાં તેની તબિયત ગંભીર લાગતાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!