દાંતામાં ભાજપના કાર્યકરોએ મતદાન કરાવવાનો વિડીયો વાયરલ કર્યો

- Advertisement -
Share

મતદાર કાર્ડ લઇને આવજો રૂપિયા અને સાડી રૂબરૂ આપી દઇશું

 

મતદારોને રીઝવવા માટે દાંતામાં કેસરી ટોપી અને ખેસ પહેરીને ઉભેલા યુવાનો દ્વારા ભાજપના ઉમેદવારને જીતાડવા સાડી અને રૂપિયા વિતરણ કરવાની જાહેરાતનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.
જોકે, વિડીયોમાં સાંજનો દ્રશ્ય દેખાય છે. ચહેરા ક્લિયર દેખાતાં નથી. પરંતુ જે અવાજ સંભળાય છે એમાં જણાવ્યા મુજબ, ‘નજીકનો માણસ છે એટલે ભાજપમાં મતદાન કરવાનું છે. કાલે 12:00 વાગ્યે બેડામાં મીટીંગ છે.

 

બહેનોને સાડી અને ભાઇઓને રૂપિયા તેમજ નાસ્તો પણ આપવાના છે. ગમે એવું કામ હોય તો છોકરાઓને આપી દેજો. મતદાન આવશે તો બધાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડનો નમૂનો લેતાં આવજો.
રૂપિયા પહેલાં પણ આવતાં તો એવા આવતાં કે એક જણને રૂ. 20,000 થી રૂ. 30,000 આપી દેતાં અને બે પાંચ જણામાં વહેંચાઇ જતાં. બીજી કોઇ પબ્લિકને મળતાં નહીં. આ કાયદેસર છે. જાહેરમાં રૂપિયા આપવાના છે અને જાહેરમાં મહીલાઓને સાડી ઓઢાડવાની છે.

 

કંઇ પણ કરીને આપણો નજીકનો છે એટલે એમને જીતાડવાના છે. ભાજપમાં કમળ નિશાન છે. અને પહેલું બટન છે. 5 તારીખે ચૂંટણી છે અને કાલે વિતરણ કરવાની છે સાડીઓ.’
જોકે આ વિડીયો અંગે તપાસ કરતાં કયા ગામમાં તે ઉતારવામાં આવ્યો હતો અને બેડા ગામમાં આવી કોઇ સભા હતી કે કેમ તે અંગે કોઇ જાણકારી મળી નથી પરંતુ હાલ સોશિયલ મીડીયામાં આ અનેક ગૃપમાં ફરી રહ્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!