વાવના ધારાસભ્ય ગેનીબેન દ્વારા ભાભર અને વાવના C.H.C હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માટે ગ્રાન્ટ આપવા રજુઆત કરાઈ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં બીજી વેવમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ ઓછુ છે. પરંતુ તંત્રએ ત્રીજી વેવની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લા કલેકટરને પત્ર લખી વાવ અને ભાભરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ માટે નાણાં વાપરવા માટે લેખિત રજુઆત કરી છે.

 

 

 

 

 

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાવ અને ભાભર રેફરલ હોસ્પિટલમાં કોરોના મહામારીમાં વર્તમાન પરિસ્થિતિમાં અને ભવિષ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઘરેથી હોસ્પિટલ સુધી લઈ જાય અને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી ગરીબ દર્દીઓને મદદરૂપના ભાગરૂપે વાવ અને ભાભર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માટે લેખિત રજુઆત કરી છે.

 

 

 

 

જેમાં વાવ, ભાભર રેફરલ હોસ્પિટલનો લેટર પણ સાથે મોકલી આપ્યો છે. જેથી તંત્ર દ્વારા પ્રાથમિક અને વહીવટી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી વાવ ભાભર રેફરલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ ફાળવણી કરવા અમારી ગ્રાન્ટમાંથી સૂચન કરીએ છીએ જેવો વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા કલેકટર પત્ર લખ્યો છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!