કાંકરેજના વરસડાથી રૂવેલ જઇ રહેલા તલાટી પર 2 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

હુમલાખોરોએ તલાટીને મૂઠ માર મારતાં રાધનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

 

કાંકરેજના વરસડા અને રૂવેલ વચ્ચે તલાટી કમ મંત્રી કનૈયાલાલ આર. પ્રજાપતિ પોતાની ફરજ દરમિયાન વરસડા ગ્રામ પંચાયતથી રૂવેલ ગ્રામ પંચાયત તરફ જઇ રહ્યા હતા.

તે દરમિયાન રૂવેલ ગામના 2 શખ્સો સ્વરાજ ટ્રેક્ટર લઇને તલાટીની પાછળ પીછો કરીને જાનથી મારી નાખવાના ઇરાદે બાઇકને ટક્કર મારી નીચે પાડી દીધા હતા.

અને બાઇક ઉપર ટ્રેક્ટર ચડાવેલ જેવામાં તલાટી કમમંત્રીને છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જ્યારે હુમલા કરવા આવેલા 2 શખ્સો કહેવા લાગેલા કે, તને જીવતો રાખવો નથી અને આ શખ્સોએ તલાટી સાથે હાથાપાઇ કરી હતી.

તલાટીએ પોતાના બચાવ માટે મોટા અવાજે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને હુમલો કરનાર શખ્સોના ચુંગાલમાંથી તલાટીને બચાવવામાં આવ્યો હતો.
જે બાદ તલાટીને રાધનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અગાઉ પણ આ શખ્સો દ્વારા તલાટીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે મંગળવારે ફરી સ્વરાજ ટ્રેક્ટર દ્વારા 2 શખ્સો દ્વારા ટ્રેક્ટરની નંબર પ્લેટ ઉપર પટ્ટી મારી અને ટ્રેક્ટર દ્વારા હુમલો કર્યો છે. એક અકસ્માતમાં ખપાવી શકાય તેવું આ કૃત્ય બદલાના ઇરાદાથી કર્યો છે.

 

જેથી તલાટી દ્વારા હુમલાખોરોને ટ્રેક્ટર સાથે ઝડપી પાડવામાં આવે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તલાટીને ન્યાય આપવામાં આવે તેવી તલાટી કમમંત્રીના મંડળ દ્વારા રજૂઆત કરાઇ હતી.
અને જો તલાટીને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાંકરેજ તાલુકાના તમામ તલાટીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!