છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબલેટ ના મળતા કુલપતિને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને નમો ટેબલેટ ના મળતા કુલપતિને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. યુનિ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના હાજારો વિદ્યાર્થીઓને 2019થી અત્યાર સુધી ટેબલેટના મળતા છાત્રા યુવા સંઘર્ષ સમિતિ આપ દ્વારા સોમવારે કુલપતિ આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે કુલપતિ જેજે વોરાએ કહ્યું છે કે, વિઘાર્થીઓને અત્યાર સુઘી ચાઇનાના સસ્તા ટેબલેટ આપવામાં આવતા હતા.

 

છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કુલપતિને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના છેલ્લા દોઢ વર્ષ થી ટેબલેટ મળ્યા નથી. તો વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા વ્યાજ સાથે પરત કરવામાં આવે અથવા તો નમો યોજના અંતર્ગત ટેબ્લેટ વહેલામાં વહેલા આપવામાં આવે. જો બે દિવસની અંદર કોઈ નિર્ણય નહીં આવે તો છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો યુનિ કેમ્પસમાં હમ હમારા હક માગતે નહીં કિસીશે ભીખ માગતે, શિક્ષણ કે દલાલો કો જુતે મારો સાલો કો ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

 

કુલપતિએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવું હતું કે ટેબલેટ સસ્તુ પડે એટલે ચાઇનાથી લાવતા હતા હવે મુશ્કેલી છે. આપડે હવે ત્યાંથી ટેબલેટ નથી લાવવા. એ સંજોગોમાં હવે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને સરકાર કંઇ ગોઠવશે તેવી જ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.

છાત્ર યુવા સઘર્ષ સામતીના પ્રમુખ ડો.ઋત્વિક પટેલએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 બાદના કોલેજના વિઘાર્થીઓ ટેબલેટથી વંચિત છે. વિઘાર્થીઓ પાસેથી ટેબલેટની ફી વસૂલી છે પરંતુ 2 વર્ષ બાદ પણ ટેબલેટ નથી મળ્યા. હાલમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ છે તો ટેબલેટ ખૂબ જ જરુરી છે. જો વહેલા મળે તો સારું છે નહી તો અમારા રૂપિયા વ્યાજ સાથે પરત આપે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!