પરપ્રાંતીય મજૂરે પાઇપના 50 ફટકા મારીને ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરાઇ

- Advertisement -
Share

રાજ્યના પાટનગર ગાંધીનગરના દહેગામ ખાતે ખૂબ જ હિચકારો બનાવ બન્યો છે. જેમાં જી.આઈ.ડી.સી. ખાતે એક પરપ્રાંતીય મજૂરે ફેક્ટરી માલિકની હત્યા કરી નાખી છે. હત્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. દહેગામ શહેરમાં આવેલી જી.આઈ.ડી.સી.ની શ્રી હરિ પાઇપ ફેક્ટરીના માલિકને તેની જ ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય યુવકે લોખંડના પાઇપના 50થી વધારે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. ફેક્ટરી માલિક ત્યાં જ રહેતા હોવાની વાત પણ સામે આવી છે. આ અંગેનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં યુવકનું હિચકારું કૃત્ય કેદ થયું છે.

[google_ad]

 

આરોપી યુવકની ઉંમર 20-25થી વર્ષ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. યુવકનું નામ અખિલેશ બિહારી હોવાનું ફેક્ટરી માલિકના ભાઈએ જણાવ્યું હતું. અખિલેશને ફેક્ટરીમાં આશરે 20-25 દિવસ પહેલા જ નોકરી પર રાખવામાં આવ્યો હતો. આ બનાવ ગુરુવારે રાત્રે બન્યો હતો. સી.સી.ટી.વી. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે બનાવ ગુરુવારે રાત્રે 9:33 વાગ્યે બન્યો હતો.

[google_ad]

 

સી.સી.ટી.વી. ફૂટેજમાં જોઈ શકાય છે કે ફેક્ટરી માલિક મશીન ચેક કરી રહ્યા છે. બરાબર આ સમયે જ આરોપી યુવક પાછળથી આવે છે અને માથાના ભાગે એક ફટકો મારી દે છે. ફટકો માર્યા બાદ ફેક્ટરી માલિક ગૌતમભાઈ નીચે પડી જાય છે. જે બાદમાં ઈજગ્રસ્ત બનેલા ગૌતમભાઈ પર યુવક ફરીથી હુમલો કરે છે. યુવકે એક પછી એક 50 જેટલા ફટકા ગૌતમભાઈના માથામાં મારી દીધાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે.

[google_ad]

 

સી.સી.ટી.વીમાં વધુમાં જોવા મળી રહ્યું છે કે ફટકા મારીને માલિકની હત્યા કર્યાં બાદ યુવક તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમ અને મોબાઇલ શોધી રહ્યો હતો. જોકે, હત્યા અંગેની જાણ પરિવારને સવારે થઈ હતી. પરિવારના સભ્યો ફેક્ટરી ખાતે પહોંચ્યા ત્યારે તેમને આ અંગેની જાણ થઈ હતી. જે બાદમાં 108ને ફોન કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી હતી. 108ના સ્ટાફે ગૌતમભાઈને મૃત જાહેર કર્યાં હતાં. પરિવારનો આક્ષેપ છે કે પોલીસ એક કલાક મોડી આવી હતી.

[google_ad]

 

પોલીસે સ્થળ પર પહોંચીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. જે બાદમાં સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પરપ્રાંતીય યુવકે જ ગૌતમભાઈની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!