વાવની માલસણ કેનાલમાં યુવક અને યુવતી પડયાની આશંકાથી શોધખોળ હાથ ધરાઇ

- Advertisement -
Share

કેનાલ પરથી 2 મોબાઇલ, જાકીટ-સ્વેટર અને ચંપલ મળી આવતાં ચર્ચાઓ

 

વાવમાંથી પસાર થતી માલસણ બ્રાન્ચ કેનાલમાં યુવક-યુવતી પડયાની આશંકાએ લોકો કેનાલ પર દોડી આવી કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું. કેનાલ પરથી 2 મોબાઇલ, યુવક-યુવતીના જાકીટ-સ્વેટર અને ચંપલ મળી આવ્યા હતા.

વાવથી 4 કી.મી.ના અંતરે વાવ-ભાભર રોડ પરથી પસાર થતી માલસણ બ્રાન્ચ કેનાલની આજુબાજુના ખેતરોમાં ભાગ રાખી રહેતાં એક જ કોમના યુવક-યુવતી કેનાલ પર મોબાઇલ, જાકીટ-સ્વેટર અને ચંપલ મૂકી કેનાલમાં પડયાની આશંકાએ લોકો ઉમટ્યા હતા.

 

વાવ પોલીસને જાણ કરતાં વાવ પોલીસ ઘટનાસ્થળે જઇ મોબાઇલ જપ્ત કર્યાં હતા. જોકે, આ યુવક-યુવતી કેનાલમાં પડયા કે વસ્તુઓ મૂકી નાસી ગયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.
હાલ કેનાલમાં પાણી બંધ કરાયું છે. જે જગ્યાએ યુવક-યુવતીના મોબાઇલ પડયા ત્યાં સાઇફન હોઇ તેમાં લોખંડના સળીયા અને કાદવ-કીચડ હોઇ ત્યાં શોધખોળ કરવી મુશ્કેલ બની છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!