108 વાનની ટીમ અને ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા
બનાસકાંઠાના ધાનેરાથી સાંચોર હાઇવે પર આવેલા વીંછીવાડા નજીક સોમવારે રાજસ્થાનની ખાનગી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.
જ્યારે 4 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.
ધાનેરાથી સાંચોર હાઇવે પર આવેલા વીંછીવાડા નજીક સોમવારે બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાનની ખાનગી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.
જ્યારે 4 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
જ્યારે સ્થાનિક લોકોએ તાત્કાલીક 108 વાન અને ધાનેરા પોલીસને જાણ કરતાં 108 વાનની ટીમ અને ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મૃતકોના મૃતદેહોને ધાનેરા રેફરલમાં પી.એમ. અર્થે ખસેડી ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update