થરાદમાં એક વ્યક્તિ પર ગામના જ 16 શખ્સોએ ચૂંટણીની અદાવતે જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

પોલીસે 16 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

થરાદમાં વાવના ખીમાણા પાદર ગામના વ્યક્તિ પર ગામના શખ્સોએ એક સંપ થઇને જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.

જયારે ઇજા પામેલા વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બાદમાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયો હતો.
જોકે, આ અંગે થરાદ પોલીસ મથકે 16 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના ખીમાણા પાદર ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણીમાં નટવરસિંહના પત્ની અને રણછોડભાઇ રાણાભાઇ ગોહીલે સામસામે ઉમેદવારી નોંધાવી હતી.

 

જેમાં નટવરસિંહના પત્ની રતનબેન વિજેતા બનતાં પરાજીત થયેલા લોકોએ આ હારની અદાવત રાખી વિજેતાના પરિવાર સાથે મન દુ:ખ રાખી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
જેથી આ બાબતે તેમણે પોલીસ મથકે 2-3 વખત અરજીઓ આપી અમારા પરિવારને જાનનું જોખમ હોય તેવું જણાવ્યું હતું.

 

જેથી ગઇકાલે નટવરસિંહના ભાઇ ભરતસિંહ સવારના અગિયાર કલાકની આજુબાજુ ડાભલીયાવાસમાં એક સામાજીક પ્રસંગે ગયા હતા.

 

ત્યાં શંકરભાઇ વાઘાભાઇ હાજર હોવાથી તેણે અન્ય શખ્સોને બોલાવી ભરતસિંહને મારી નાખવાનું કાવતરુ રચ્યું હતું.

 

ત્યાં વણાજીની લાટી તરફ આવેલી ભારત ટુલ હાર્ડવેર દુકાન નજીક અચાનક સ્વીફ્ટ કાર અને બોલેરો ગાડીમાંથી ટોળારૂપી શખ્સો હાથમાં લોખંડની ટોમીઓ લઇને આવી ભરતસિંહની હત્યા કરવાના ઇરાદે આડેધડ માર મારવા લાગ્યા હતા.
જેથી ભરતસિંહને 2 પગ, 2 હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને થરાદમાં આવેલી ઓર્થોપેડીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

જ્યાં હાજર તબીબે જણાવ્યું હતું કે, ‘ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં રીફર કર્યાં છે. આ ઘટનાને પગલે થરાદ પોલીસ મથકે ઇ.પી.કો. કલમ-147, 148, 149, 120, 127, 307,
326, 324, 325, 504, 506 (2), 11 મુજબ તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!