બનાસકાંઠા અપડેટ ઇમ્પેક્ટ : અહેવાલ બાદ તંત્ર ગટરની કામગીરીને લઇને સફાળુ જાગ્યું

- Advertisement -
Share

ડીસા નગરપાલિકા દ્વારા પૂર્વ પ્રિ-મોન્સૂન પ્લાનીંગ હેઠળ ગટરો અને નાળાની સફાઇ હાથ ધરાઇ

 

ડીસા નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વ પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત બનાસકાંઠા અપડેટના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. જેમાં ગણતરીના કલાકોમાં જ શનિવારે ડીસા શહેરમાં આવેલી વિવિધ ગટરો અને નાળાની સફાઇ હાથ ધરાઇ હતી.

જેમાં લાલચાલી વિસ્તાર, તેરમીનાળા, વિરેન પાર્ક, પોસ્ટ ઓફીસ, નદી વિસ્તાર નજીક આવેલા વિવિધ નાળા અને ગટરોની સફાઇ હાથ ધરાઇ હતી.

જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઇ શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત ડીસા શહેરના વિવિધ ગટરો અને નાળાની સફાઇ હાથ ધરાઇ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!