ડીસામાં ડીપ્થેરીયાથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે તંત્ર સજ્જ : ડીપ્થેરીયા રસીકરણ મહા અભિયાન શરુ કરાયું

- Advertisement -
Share

વેક્સિન પ્રોગ્રામ હેઠળ 10 વર્ષથી 16 વર્ષના 16,207 બાળકોને આવરી લેવામાં આવશે

 

ડીસામાં બાળકોમાં થતાં ડીપ્થેરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા સોમવારે વિશેષ ઝૂંબેશ હાથ ધરાઇ છે.
જેમાં 10 થી 16 વર્ષ સુધીના અંદાજે 16,207 જેટલાં બાળકોને ડીપ્થેરીયાની રસી આપવાનું શરૂ કરાયું છે અને હવે ડીસામાં ડીપ્થેરીયાથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

બનાસકાંઠા જીલ્લામાં 2 વર્ષ અગાઉ ડીપ્થેરીયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. જેમાં વર્ષ-2019 માં ડીપ્થેરીયાના 377 કેસો સામે આવ્યા હતા.

જેમાંથી 17 બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ત્યારબાદ વર્ષ-2020 માં 71 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 10 બાળકોના મોત નિપજ્યા હતા.

ત્યારે હવે ડીપ્થેરીયા રોગથી વધુ એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહા અભિયાન હાથ ધરાયું છે.

મુખ્ય જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શિવનાથ દેવના માર્ગદર્શન મુજબ, તાલુકા આરોગ્ય અધિકારી પી.એમ. ચૌધરીના વડપણ હેઠળ ડીસા તાલુકાના 13-

પી.એચ.સી. અને 2 અર્બન હેલ્થ સેન્ટર પર ટી.ડી. વેક્સિનની શરૂઆત કરાઇ છે. આ વેક્સિન પ્રોગ્રામ હેઠળ 10 વર્ષથી 16 વર્ષના 16,207 બાળકોને આવરી લેવામાં આવશે.

 

આ અંગે ડીસા હેલ્થ ઓફીસર તમામ બાળકોના વાલીઓને અપિલ કરતાં જણાવ્યું હતું કે, ‘વ્હાલસોયા બાળકની સુરક્ષિત અને સલામત જીંદગી માટે ડીપ્થેરીયાની રસી અવશ્ય મૂકાવવી જોઇએ.
ત્યારે સોમવારે ડીસા તાલુકાની 280 શાળાઓમાં આરોગ્ય ટીમ દ્વારા વેક્સિન અભિયાન શરૂ કરાયું હતું. જેમાં ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વેક્સિન અપાઇ હતી.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!