અમદાવાદની યુવતીએ બનાસકાંઠાના યુવકને ઉછીના નાણાં આપ્યા : યુવકે નાણાં પરત આપવાની ના પાડતાં 181 ની મદદ લીધી

- Advertisement -
Share

અમદાવાદ નોકરી કરતાં યુવક સાથે દોઢ વર્ષ અગાઉ મિત્રતા થઇ હતી : યુવકને ઉછીના રૂ. 18,00,000 આપવા ભારે પડયા

અમદાવાદની યુવતીએ બનાસકાંઠાના યુવકને ઉછીના રૂ. 18,00,000 આપવા ભારે પડયા હતા. મિત્રતાના સબંધમાં આપેલા નાણાં પરત માંગતા તેણે આપવાની ના પાડી હતી.

આથી મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીએ બનાસકાંઠા 181 ની મદદ લીધી હતી. અમદાવાદની યુવતીને વડગામ પંથકમાં રહેતાં અને અમદાવાદ નોકરી કરતાં એક યુવક સાથે દોઢ વર્ષ અગાઉ મિત્રતા થઇ હતી. જેમાં બંને વચ્ચે પ્રેમ થતાં નાણાકીય વ્યવહાર પણ થતો હતો.

 

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આ યુવતીએ દોઢ વર્ષના સમય ગાળામાં ટુકડે ટુકડે કરી રૂ. 18,00,000 જેટલી રકમ તેના મિત્રને આપી હતી.

 

જો કે, આ રકમ પરત માંગતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તે નાણાં આપવાની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ બનાસકાંઠા 181 અભયમ ટીમની મદદ માંગી હતી.

 

અમે મહીલા પોલીસની સાથે યુવકના ઘરે ગયા હતા. જ્યાં યુવકે જણાવ્યું હતું કે, મને રૂ. 18,00,000 નહી પણ રૂ. 3,00,000 થી રૂ. 4,00,000 આપ્યા છે.
જે હું થોડા થોડા કરી પરત આપીશ. તેણે એવું પણ જણાવ્યું હતું કે, યુવતીએ અન્ય લોકોને પણ રૂપિયા આપ્યા છે.’

 

અમદાવાદની યુવતી ખાનગી જોબ કરે છે. જેના પગારમાંથી તેણે આ નાણાં આપ્યા હતા. બીજી તરફ યુવકના ઘરે જતાં તેના માતા-પિતાએ જણાવ્યું હતું કે, ‘પોતાનો પુત્ર તેમના કહ્યામાં નથી. આથી મિલ્કતમાંથી તેને બેદખલ કરાયો છે. આ અંગે વર્તમાનપત્રોમાં પણ અગાઉ જાહેરાત આપેલી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!