છાપી હાઇવે પર હોટલ નજીક ખુલ્લી ગટરથી સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂક્યો : ગટરને રીપેર કરે તેવી લોકોની ઉગ્ર માંગ

- Advertisement -
Share

 

 

બનાસકાંઠાના છાપી હાઇવે પર એક વર્ષ અગાઉ ગટર લાઇન બનાવવામાં આવી છે. પરંતુ ગટરના ચેમ્બર ઉપર ઢાંકણા ન લગાવાથી સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂક્યો છે.

 

 

ત્યારે ખુલ્લી ગટરમાં મૃત પશુઓ અને વેસ્ટેજ કચરો નાખવાથી ભારે દુર્ગંધ ફેલાતાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. જ્યારે તાત્કાલીક ધોરણે ખુલ્લી ગટરને રીપેર કરે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના છાપી હાઇવે પર પટેલ હોટલની સામે એક વર્ષ અગાઉ ગટર લાઇન બનાવવામાં આવી છે. પરંતુ ગટરના ચેમ્બર ઉપર ઢાંકણા ન લગાવાથી સ્થાનિક લોકો પરેશાન થઇ ઉઠયા છે.

 

 

જ્યારે ખુલ્લી ગટર હોવાથી કોઇ અજાણ્યા શખ્સો મૃત પશુ પણ ખુલ્લી ગટરમાં નાખે છે. જેના કારણે ભારે દુર્ગંધ ફેલાય છે. જ્યારે હાલ કોરોના જેવી બીમારી ચાલી રહી છે.

 

 

ત્યારે બીજી તરફ આ ખુલ્લી ગટરમાં મૃત પશુઓ અને વેસ્ટેજ કચરો નાખવાથી ભારે દુર્ગંધ ફેલાય છે અને મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.

 

 

જ્યારે આ ખુલ્લી ગટરમાં એક માસ અગાઉ સ્વીફ્ટ કાર ખાબકી હતી. જ્યારે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે.

 

 

જેથી સ્થાનિક લોકો અને આજુબાજુના દુકાન ચલાવતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે તાત્કાલીક ધોરણે ખુલ્લી ગટરને રીપેર કરે તેવી સ્થાનિક લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!