અમીરગઢના આવલ ગામે મંડપમાં આગ લાગતા સર્જાઈ અફરાતફરી, મંડપ બળીને ખાખ

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના આવલ ગામે આજે અચાનક મંડપમાં આગ લાગતા ભાગ દોડ મચી જવા પામી હતી. તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવાયો પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મંડપ બળીને ખાખ થઈ ગયું હતું.

 

બનાસકાંઠા જિલ્લામાં હાલ લગ્ન સિઝન ભરપૂર જામી રહી છે અને તેમાંય લગ્નના સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ લગ્નના મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.
ત્યારે આજે વધુ એક લગ્નના મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અમીરગઢ તાલુકાના આવલ ખાતે લગ્ન પ્રસંગ માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યું હતું જેમાં અચાનક આગ ભભૂકતા ભાગદોડ મચી જવા પામી હતી તેમજ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો મંડપમાં આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા હાલ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

 

પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મંડપ બળીને ખાખ થઇ ગયું હતું તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ લગ્નમાં વિશાળ મંડપ બાંધવામાં આવ્યું હતું તેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આ સંપૂર્ણ મંડપ બળીને ખાખ થઇ ગયું હતું પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!