અમીરગઢમાં ભારે વરસાદથી રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

- Advertisement -
Share

ભારે વરસાદની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી

 

બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે વહેલી સવારે મેઘ મહેરની ધીમી ધારે શરૂઆત થઇ ગઇ છે. સમગ્ર તાલુકામાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદ પડવાની શરૂઆત થઇ હતી.
જેમાં અમીરગઢ પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ઇકબાલગઢ હાઇવેથી મેઇન બજાર જવાના રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મંગળવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જીલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે.
દાંતીવાડા, પાંથાવાડા, પાલનપુર અને ડીસા સહીત ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. આ ભારે વરસાદને લઇ અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જ્યારે પાલનપુર આબુ રોડ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી છે.
કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ત્યારે અમીરગઢ પંથકમાં પણ ભારે વરસાદના પગલે ઇકબાલગઢમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
ઇકબાલગઢ હાઇવેથી મેઇન બજાર જવાના રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાતાં વાહનચાલકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!